ગુજરાતમાં બોટાદ જિલ્લામાં હિરાના વેપારીએ આપઘાત કરવાની ઘટના સામે આવી છે. હિરાના વેપારીએ આપઘાત કરતા પહેલા ફોન કરી પરિવારને જાણ કરી હતી. પરિવાર પંહોચે તે પહેલા જ વેપારીએ ડેમમાં પડતુ મૂક્યું. સ્થાનિકોની મદદથી ડેમમાંથી તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. હીરાના વેપારીનું નામ લશ્કર મકવાણા હોવાનું માલૂમ પડયું છે. પોલીસે હોસ્પિટલ ખાતે પંહોચી વધુ તપાસ હાથ ધરી.
બોટાદા હીરાના વેપારી લશ્કર મકવાણાએ વેપારમાં દેવુ થતા કાળુભાર ડેમમાં પડતું મૂકી આત્મહત્યા કરી. આ ઘટનાને લઈને તેમના પુત્રનું નિવેદન સામે આવ્યું છે. લશ્કર મકવાણાના પુત્ર કિશને અમારી ટીમને જણાવ્યું કે તેમના ‘પિતાને મારી નાખવામાં આવ્યા છે’. તેમના પિતા હીરા બજારમાં કામ કરે છે. પિતા હીરાનો ધંધો કરતા હતા. અને છેલ્લા બે-ત્રણ વર્ષથી ધંધામાં મંદી હોવાથી પિતાએ મોટાપાયે બજારમાંથી રૂપિયા લીધા હતા. આ રૂપિયા પાછા ના આપતા કેટલાક માણસોએ દબાણ કરતા પિતા આ પગલું ભરવા મજબૂર થયા.
હીરાના વેપારીએ આત્મહત્યા કરતા પુત્ર કિશન દુઃખી થયો હતો. અને તેણે ન્યાયની માંગણી કરી હતી. વધુમાં તેણે ક્યું કે મારા પિતા ધંધા માટે લોકો પાસે ઉછીના લીધેલ પૈસા પાછા આપવાની તૈયારી કરતા હતા. છતાં કેટલાક લોકો ઘરે ગુંડા મોકલી પરિવાર અને પિતાને માનસિક રીતે હેરાન કરતા હતા. મારા પિતાએ લોકોના ઉછીના પૈસા આપવા ઘરના દાગીના પણ વેચ્યા હતા. જો કે તેમનું દેવું વધુ હોવાથી ઘરેણાં વેચવાથી કોઈ ઉકેલ આવ્યો નહોતો. જે લોકોના પૈસા બાકી હતા તેઓ સતત ઉઘરાણી અને ધાકધમકી આપતા હોવાનો પુત્રએ આક્ષેપ કર્યો.
વધુમાં પુત્ર કિશને જણાવ્યું કે બજારના લોકોની સતામણીના કારણે તેમના પિતા બે-ત્રણ દિવસ ઘર છોડીને પણ જતા રહ્યા હતા. છેવટે દેવું કરેલ રૂપિયાનું કોઈ સમાધાન ના મળતા પિતાએ આત્મહત્યાનું પગલું ભર્યું. કાળુભાર ડેમમાં પડતું મૂકનાર લશ્કર મકવાણાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. હીરાના વેપારીની આત્મહત્યાની ઘટનાને લઈને ગઢડા પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી તપાસ હાથ ધરી. વેપારીના પુત્રએ તાત્કાલિક ન્યાય મળે તેવી માંગ કરી.
આ પણ વાંચો : ચેતવણી/ ઇરાનના લશ્કરે 200 હેલિકોપ્ટર સાથે શરૂ કર્યો યુદ્ધાભ્યાસઃ યુદ્ધના વાગતા ભણકારા
આ પણ વાંચો : Mass Suicide/ સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત, સાતના મોત
આ પણ વાંચો : Onion Price Rise/ ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળી

