- ભાવનગર: ડુંગળીના ભાવમાં ફરી ભડકો
- 50 રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળી
- એક કિલો ડુંગળીનો છૂટક ભાવ 50 રૂપિયા
ભાવનગરઃ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એવામાં લોકો સોનું ખરીદવા પર પોતનું ધ્યાન લગાવતા હોય છે, પરંતુ આ વખતે મામલો અલગ જ બનવા પામ્યો છે, ગૃહિણીઓ જ્યાં બચત કરીને ઘર ચલાવે છે હવે તેમના માથે ફરી એકવાર મોટો ઝટકો લાગશે. માર્કેટમાં છેલ્લા થોડા દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે ડુંગળીના ભાવને ઘટાડવા માટે સરકાર પગલા લઇ રહી છે. પરંતુ જે ઝડપે ભાવ ઘટવાના બદલે વધી રહ્યા છે તે જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ ડુંગળી સામાન્ય માણસોના આંસુ રોકવાની નહિ વધાવાની તૈયારીમાં છે.
દરેક જગ્યાએ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવનગરમાં પણ ડુંગળીના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. અત્યારે ડુંગળી 50 રૂપિયાના કિલો ભાવે વેચાઈ રહી છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી સામાન્ય માણસોને રડાવી રહી છે. એક કિલો ડુંગળીનો છૂટક ભાવ 50 રૂપિયે પહોચ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદના ભાવનગર કરે છે આ રેસમાં ભાવનગરમાં પણ ડુંગળીનો ભાવ કિલો દીઠ 40થી 50 રૂપિયા કિલો થઈ ગયો છે. અત્યારે માર્કેટયાર્ડમાં ડુંગળીનો ભાવ 700થી 1 હજાર પહોચ્યો છે. છેલ્લા ૪ દિવસમાં ડુંગળીના ભાવમાં ભડકો બોલાયો છે.
જો બીજી તરફ નજર કરીએ તો હાલમાં કાઠીયાવાડ, નાસિક અને મધ્યપ્રદેશથી આવતો ડુંગળીના પુરવઠો ઓછો થઈ ગયો છે અને તેથી ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નવરાત્રિ પહેલા વિવિધ શહેરોમાં ડુંગળી 20 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. મોંઘી ડુંગળીમાંથી રાહત આપવા માટે છૂટક બજારમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ‘બફર સ્ટોક’થી વેચાણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ અત્યારે વધી રહેલા ભાવને જોતા એવું નથી લાગતું કે આ મોંઘવારીમાંથી જલ્દી રાહત મળશે.
અત્યારે જો માર્કેટ માં બીજી તરફ નજર કરીએ તો ઓનલાઈન ભાવે મળી રહેલ ડુંગળીના ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. માર્કેટમાં મળી રહેલ ડુંગળી અને ઓનલાઈન વેબસાઈટ પર મળી રહેલ ડુંગળીના ભાવમાં ઘણો તફાવત છે. જો વાત કરીએ તો લારી પર અત્યારે 50 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે ત્યાં બીજા ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની ભાવ 60 થી લઈને 90 રૂપિયા સુધી જોવા મળ્યો છે.
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે 5.07 લાખ મેટ્રિક ટનથી વધુ ડુંગળીની ખરીદી કરી છે અને આગામી દિવસોમાં 3 લાખ મેટ્રિક ટન વધુ ખરીદવા માટે તૈયાર છે, જે કિંમતને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
આ પણ વાંચો:Controversy/સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો ફરી બફાટ, સનાતન ધર્મને લઇ કર્યો વાણીવિલાસ
આ પણ વાંચો:mass suicide/સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત, સાતના મોત
આ પણ વાંચો:Heart Attack/પાલનપુરમાં 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેક આવતા મોત, ખેતરમાં કામ કરતા જીવ જતો રહ્યો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.