વડોદરાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ફરી એકવાર સનાતન ધર્મને લઇ વાણીવિલાસ કર્યો છે. હરીપ્રબોધમ પરીવારના સાધુએ જસદણની સભામાં પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરતા સનાત સમિતિમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મહંત જ્યોતિનાથની પ્રતિક્રિયા સામે આવી છે.
જસદણમાં હરીપ્રબોધમ પરીવારના સાધુ નિરંજન સ્વામીએ સત્સંગ સભાને સંબોધી રહ્યાં હતા. આ દરમિયાન નિરંજન સ્વામીએ પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતર્યા હતા. નિરંજન સ્વામીના નિવેદનને લઇ સનાતનીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુરુને મોટા દેખાડવા કરી બફાટ રહ્યા હોવાનો સનાતનીઓ આક્ષેપ કરી રહ્યાં છે.
બીજી તરફ સનાતન સમિતિએ પણ આ મામલે આપત્તી નોંધાવી છે. રાષ્ટ્રીય સનાતન સંત સમિતિના પ્રવકતા મહંત જ્યોતિનાથની પ્રતિક્રિયા સામે આવી છે. મહંત જ્યોતિનાથએ કહ્યું કે નિરંજન સ્વામીએ પ્રબોધ સ્વામીને લઇ જે બફાટ કર્યો છે તે અસહ્ય છે. આવું બોલનાર નિરંજન સ્વામી અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ કરી તમે શું સાબિત કરો છો, આવા લોકોને સજા થાય એવી માંગણી તેમણે કરી હતી.
જણાવી દઇએ કે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીના ભીંતચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. સાળંગપુરમાં હનુમાનજીને દાસ ચિતરતા સનાતનીએ આપત્તી જતાવ્યા બાદથી સ્વામિનારાયણ સંપ્રદાના સંતો એનકેન પ્રકારે સનાતન ધર્મને નીચો દેખાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Mass Suicide/ સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત, સાતના મોત
આ પણ વાંચોઃ ચેતવણી/ ઇરાનના લશ્કરે 200 હેલિકોપ્ટર સાથે શરૂ કર્યો યુદ્ધાભ્યાસઃ યુદ્ધના વાગતા ભણકારા
આ પણ વાંચોઃ Asian Para Games/ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 100 મેડલ જીત્યા