કચ્છ/ ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાની સગીર ઝડપાયો

આ ઝડપાયેલો પાકિસ્તાની સગીર વયનો છે. આશરે ૧૫ વર્ષની ઉમર છે. અને પ્રાથમિક તપાસમાં ભૂલ થી બોર્ડર ક્રોસ કરી આવી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. 

Top Stories Gujarat Others
pm modi 2 ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાની સગીર ઝડપાયો

પાકિસ્તાનીઓની ઘૂષણખોરી માટે કૂખ્યાત કચ્છની ઈન્ડો-પાક. બોર્ડર પરથી સોમવારે વધુ એક પાકિસ્તાનનો નાગરિક ઝડપાયો છે. ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી BSFની પેટ્રોલીંગ દરમ્યાન પાકિસ્તાની કિશોર ઝડપાયો હતો.

આ ઝડપાયેલો પાકિસ્તાની સગીર વયનો છે. આશરે ૧૫ વર્ષની ઉમર છે. અને પ્રાથમિક તપાસમાં ભૂલ થી બોર્ડર ક્રોસ કરી આવી ગયો હોવાનું જણાઈ રહ્યું છે.

શંકાસ્પદ ન હોવાનુ પ્રાથમિક અનુમાન છે ૧૫ વર્ષના સગીરને પુછપરછ બાદ વધુ તપાસ માટે ખાવડા પોલિસને સુપ્રત કરાયો છે.જ્યાં જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલ જ્યારે 15 ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.  આજે ઝડપાયેલા આ સગીરે પોતાનું નામ અલી શેર રાઉમા  હોવાનું જણાવ્યું હતું. જયારે તે પાકિસ્તાનની શીંધ શાહી ચોકીનો રહેવાસી હોવાનું ખાવડા પોલીસ મથકના જે.પી.સોઢાએ જણાવ્યું હતું.

હાલના તબક્કે પાકિસ્તાની સગીરની બાબતમાં કશું પણ શંકાસ્પદ જણાઈ આવ્યું નથી અને ભૂલથી બોર્ડર ઓળંગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પાકિસ્તાનીની વધુ પૂછપરછ માટે સ્પેશ્યલ પોલીસ હવાલે કરાયો છે.

મહારાષ્ટ્ર / સીએમ ઉદ્ધવ ઠાકરેના કાફલાને રોકવાનો પ્રયાસ, ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

લોન્ચ ઇવેન્ટ / પીએમ મોદીએ દેશમાં ઇ-રૂપી સેવા શરૂ કરી, કેશલેસ ચુકવણીને વેગ મળશે

ત્રીજી લહેર / ઓગસ્ટના મધ્યમાં કોરોના કેસ વધવા લાગશે; રિપોર્ટમાં દાવો