New Delhi/ દિલ્હીને પ્રદૂષણથી બચાવવા સ્મોગ ટાવર તૈયાર, CM કેજરીવાલ આજે કરશે ઉદ્ઘાંટન

દિલ્હીની જનતાને પ્રદૂષણ મુક્ત બનાવવા હવે રાજધાનીનાં કનોટ પ્લેસમાં સ્મોગ ટાવર લગાવવામાં આવ્યો છે.

Top Stories India
પ્રદૂષણથી

દિલ્હીની જનતાને પ્રદૂષણથી મુક્ત બનાવવા હવે રાજધાનીનાં કનોટ પ્લેસમાં સ્મોગ ટાવર લગાવવામાં આવ્યો છે. હવા શુદ્ધ કરવા માટે સ્મોગ ટાવર લગાવનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ છે. 20 કરોડનાં ખર્ચે સ્થાપિત થયેલા સ્મોગ ટાવરનું કામ પૂર્ણ થઈ ગયું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો –Covid-19 / રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત

સ્મોગ રાજધાની દિલ્હી માટે મોટી સમસ્યા છે. ધુમ્મસનાં કારણે દિલ્હીનાં લોકોએ દબાયેલી હવામાં જીવવું પડી રહ્યુ છે. પરંતુ હવે તેના ઉકેલ તરફ પગલા લેવાયા છે. તે ઉકેલ એ સ્મોગ ટાવરની સ્થાપના છે. દિલ્હીમાં પ્રથમ સ્મોગ ટાવર લગાવવામાં આવ્યુ છે. જેનું ઉદ્ઘાટન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરવાના છે. આ સ્મોગ ટાવર પ્રદૂષિત હવાને અંદર ખેંચશે અને સ્વચ્છ હવા છોડશે. આ સ્મોગ ટાવર દિલ્હીનાં હાર્દ કનોટ પ્લેસ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સ્મોગ ટાવર તેની અંદર 1 ચોરસ કિલોમીટર વિસ્તારની પ્રદૂષિત હવાને લઈને સ્વચ્છ હવા સપ્લાય કરશે. સ્મોગ ટાવર વાતાવરણમાંથી દૂષિત હવા ખેંચશે અને તેને સાફ કર્યા બાદ 10 મીટરની ઉંચાઈએ છોડશે. આ કેજરીવાલ સરકારનો પાયલોટ પ્રોજેક્ટ છે.

આ પણ વાંચો –અફઘાનિસ્તાન / તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

દિલ્હીનાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, સ્મોગ ટાવર ચોમાસાની ઋતુ પછી સંપૂર્ણ ક્ષમતાથી કામ કરશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 ઓગસ્ટે એટલે કે આજે સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કરશે. આ પછી, નિષ્ણાતો પ્રદૂષણ પર તેની અસરની ઓળખ કરશે. પરિણામોનાં આધારે, અમે વધુ સાધનો સ્થાપિત કરવા અંગે નિર્ણય લઈશું. દિલ્હી કેબિનેટે ગયા વર્ષે ઓક્ટોબરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપી હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે વિલંબ થયો હતો. મંત્રીએ કહ્યું કે, સ્મોગ ટાવર શરૂ કર્યા પછી, તેની અસરકારકતા ચકાસવા માટે બે વર્ષનો પાયલોટ અભ્યાસ હાથ ધરવામાં આવશે. ગોપાલ રાયે જણાવ્યું હતું કે, સ્મોગ ટાવરની કામગીરી અને અસરનું મૂલ્યાંકન નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે, જે સરકારને રિપોર્ટ આપશે અને પછી જો પ્રદર્શન પ્રભાવશાળી હશે તો સરકાર દિલ્હીમાં સમાન ટાવર ઉભા કરશે. સ્મોગ ટાવર દર સેકન્ડે 1000 ક્યુબિક મીટર હવા સાફ કરશે અને દિલ્હીમાં PM 2.5, PM 10 નું સ્તર ઘટાડશે.