Patan News: પાટણમાં મોડી રાત્રે ટ્રેલરમાં આગ લાગી હતી. ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો છે. ફાયર બિગ્રેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં સિદ્ધપુર હાઈવે પર મોડી રાત્રે ટ્રેલરમાં આગ લાગી હતી. આગ લાગતા ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ગાડી સાઈડમાં પાર્ક કરી દેતાં બહાર નીકળી ગયા હતા. તેથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેલર સિમેન્ટ ભરીને લઈ જઈ રહ્યું હતું તે સમયે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાના કારણે ટ્રેલરનું કેબિન બળીને ખાખ થઈ ગયું છે.
ફાયર બિગ્રેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. માલૂમ પડ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં
આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના