રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પારસ હોસ્પિટલ તરફથી તેમની તસવીરો અને ભાવનાત્મક સંદેશ પોસ્ટ કર્યો હતો. હોસ્પિટલમાં દાખલ લાલુની તસવીરો શેર કરતા રોહિણીએ લખ્યું છે કે, તેમના પિતા તેમના હીરો છે. રોહિણીએ લખ્યું-‘My Hero, My backboe Papa’
જણાવી દઈએ કે, આજે રાષ્ટ્રીય જનતા દળનો 26મો સ્થાપના દિવસ પણ છે પરંતુ લાલુ યાદવની બીમારીના કારણે કોઈ જશ્ન મનાવવામાં આવી રહ્યું નથી. માત્ર સભ્યપદ ડ્રાઈવ ચલાવવામાં આવશે. પોતાની પોસ્ટમાં લાલુની તસવીરો શેર કરતા રોહિણીએ આગળ લખ્યું- ‘જેને દરેક અવરોધોથી આઝાદી મળી છે તે કરોડો લોકોના આશીર્વાદ છે જેની શક્તિ’.
My hero
My backbone Papa🙏
Get well soon 🤞हर बाधाओं से जिसने पाई है मुक्ति
करोड़ों लोगों की दुआएं है जिनकी शक्ति🙏 pic.twitter.com/36ndAbRnTG— Rohini Acharya (@RohiniAcharya2) July 5, 2022
લાલુની તબિયત હાલ સ્થિર છે
પારસ હોસ્પિટલમાં દાખલ લાલુ યાદવની તબિયત હાલ સ્થિર હોવાનું કહેવાય છે. જોકે, તે ICUમાં છે. હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ અનુસાર તેમને હજુ થોડા દિવસ ICUમાં રાખવા પડી શકે છે. અનેક બીમારીઓથી પીડિત લાલુ યાદવની તબિયત અચાનક બગડી હતી. આ પછી તેને પારસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો-
ભારે વરસાદથી મુંબઈ પાણીમાં ગરકાવ, બસ-ટ્રેન સેવા પ્રભાવિત, NDRFની ટીમો તૈનાત
