દાહોદ/ ફતેપુરાનાં ભીચોર મહુડા ફળીયા પ્રાથમિક શાળામાં પીવાનું પાણી જ નથી

શાળાની સ્થાપના થઇ ને આજે વર્ષો થઇ જવા છતાં બાળકોને પીવાનું પાણી ઘરેથી લાવવું પડે છે. અનેક વખત તંત્રને રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જ છે.

Gujarat Others
દાહોદ

દાહોદના ફતેપુરા તાલુકાના ભીચોર મહુડા ફળીયા પ્રાથમિક શાળામાં ચોમાસાની ઋતુ હોવા છતાં શાળામાં પીવાનું પાણી એક વિકટ સમસ્યા બની રહ્યું છે. બાળકોને પીવાનાં પાણીની બોટલ ઘરેથી લાવવી પડી રહી છે. જેતે જવાબદાર અધિકારીઓ આ અંગે ધ્યાને લઇ વહેલી તકે બાળકોને પીવાના પાણીની સમસ્યાનો ઉલેક કરે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેવી માગ કરી રહ્યા છે. ફળીયાના નાગરિકો દ્વારા તેમજ શાળાના આચાર્ય દ્વારા અનેક વાર સ્થાનિક તંત્ર સહીત કલેકટર સુધી પાણી માટેની રજૂઆતો ગામ લોકો દ્વારા કરવામાં આવી હોવા છતાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. શાળાની સ્થાપના વર્ષ ૨૦૦૧માં કરવામાં આવી હતી. જેના આજે ૨૧ વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ બાળકોને પીવાના પાણીની સુવિધા મળી નથી.  પીવાનું પાણી

દાહોદ

ફતેપુરા તાલુકાનાં ભીચોર મહુડા ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં બાળકોને પીવાનાં પાણીની સમસ્યાનાં લીધે બાળકો ઘરેથી પાણીની બોટલ લઇને આવવા મજબુર બન્યા છે. હાલ ચોમાસામાં પણ આવી વિકટ સ્થિતિ ઉભી થઇ રહી છે ત્યારે ભર ઉનાળે બાળકોને કેવી સમસ્યા સર્જાતી હશે તેની કાલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ શાળામાં મધ્યાન ભોજનની વ્યવસ્થા તો છે પરંતુ બાળકોને પીવાનાં પાણીની ખુબ જ મોટી સમસ્યા ઉભી થાય છે. શાળામાં બાળકો દૂર દૂરનાં ડુંગરાળ વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવે છે. જ્યારે આ શાળાની આજુબાજુ ૨ કિલોમીટરમાં કોઈ પણ બોર કે હૅન્ડપંપ પણ નથી. જેના કારણે બાળકોને પાણી પીવા માટે રિસેસમાં ઘરે જવું પડતું હોય અને શાળામાં બાળકો દૂર દૂર ડુંગરાળ વિસ્તારમાંથી આવે છે. નાના બાળકને રસ્તો ઓળંગીને ઘરે પાણી પીવા જવું પડતું હોય જયારે રસ્તો ઓળંગતી વખતે કોઈ ગાડીની અડફેટે બાળક આવી જાય તો તે માટે જવાબદાર કોણ તેવા સવાલો વાલીઓ કરી રહ્યા છે અને વહેલી તકે પાણીની વ્યવસ્થા થાય તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : આ ગામમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો જાણે છે ગ્રામજનો