Accident/ સાણંદ પાસે કેનાલમાં કાર ખાબકી પાટણના યુવકનું મોત

સાણંદ પાસેના વિરોચન નગર નજીકથી પસાર થતી કેનાલમાં કાર ખાબકી જતા વાહન ચાલકનું મોત નીપજ્યું હતું.મારુતિ અલ્ટો કાર લઈને જતા પ્રતીક પંચાલે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી

Gujarat Others

@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

સાણંદ પાસેના વિરોચન નગર નજીકથી પસાર થતી કેનાલમાં કાર ખાબકી જતા વાહન ચાલકનું મોત નીપજ્યું હતું.મારુતિ અલ્ટો કાર લઈને જતા પ્રતીક પંચાલે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા તેમની કાર અચાનક કેનાલમાં જઈને ખાબકી હતી. સાણંદ જીઆઇડીસી પોલીસે બનાવમાં મ્ર્ત્યુ પામેલા પ્રતીક પંચાલની ઓળખ કરતા તેઓ પાટણના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. નોકરીના કામે પોતાની કાર લઈને સાણંદ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે જ સમયે બનાવ બનતા તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસે યુવકની ડેડબોડી કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. અને મૃતકના સગાસંબંધીઓને જાણ કરી દેતા મૃતકના ઘરે શોકનું મોજું ફરી વળ્યું હતું. જીઆઇડીસી પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને કેસની કાર્યવાહી હાથ ધરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…