પ્રેમની સજા/ પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, લોકો લાઇટના થાંભલા સાથે બાંધીને કર્યું મુંડન, જુઓ Video

પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પાડ્યું હતું‌.જયારે છોકરીને મળવા ગયો તો રંગેહાથ પકડાઈ ગયો જેને કારણે ગ્રામજનોએ યુવાનનું મુંડન કરી લાઇટના થાભલા સાથે બાંધી દીધો હતો.

Gujarat Others

Mahisagar News: એવું કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે અને લોકો પ્રેમમાં પાગલ હોય છે. પરંતુ ક્યારેક આ પાગલપણું ભારે પણ પડી જાય છે. આવો જ એક કિસ્સો  મહીંસાગર જીલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પાડ્યું હતું‌.જયારે છોકરીને મળવા ગયો તો રંગેહાથ પકડાઈ ગયો જેને કારણે ગ્રામજનોએ યુવાનનું મુંડન કરી લાઇટના થાભલા સાથે બાંધી દીધો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર,મહિસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના ખરોલ ગામથી થોડે દૂર આવેલી એક કોલોની વિસતારમાં રહેતો યુવાન પોતાની પ્રેમિકાને મળવા બાલાસિનોર તાલુકાના મોતીપૂરા ગામમાં ગયો હતો. જ્યાં રંગેહાથે પકડાઈ જતા કેટલાક ગ્રામજનોએ યુવાનને મુંડન કરી લાઈટના થાભલા સાથે બાધી દીધો હતો અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગ્રામજોએ યુવાનને પછી છોડી મૂક્યો હતો. જોકે સોશિયલ  મીડિયામાં વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો‌. ગ્રામજોએ યુવાનને પછી છોડી મૂક્યો હતો. જોકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા