Ahmedabad News/ અમદાવાદમાં ગાંજાના આરોપીઓ સામે તંત્રની કાર્યવાહી, સરકારી જમીન પરનાં મકાનો તોડી પડાયાં

અમદાવાદના સરખેજમાં કૈલાશ તળાવ પાસે સરકારી જમીન પરનાં ગેરકાયદે બાંધકામો સામે AMC અને પોલીસે કાર્યવાહી (Sarkhej Bulldozer Action) કરી. રાઠોડ દંપતી સહિતના મકાનો તોડી પડાયાં.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sarkhej Bulldozer Action: ગાંજાના આરોપીઓનાં મકાનો પર બુલડોઝર

Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં નશાના ગેરકાયદે વેપાર અને સરકારી જમીન પરના દબાણ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસે સંયુક્ત કાર્યવાહી (Sarkhej Bulldozer Action) હાથ ધરી છે. સન્યાસ આશ્રમ નજીક કૈલાશ તળાવ પાસે સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલા સુનિતા રાઠોડ, દીપકકુમાર રાઠોડ અને બાબુ ગુલાબ છારાનાં મકાનો પર બુલડોઝર ફેરવી (AMC Demolition) દેવામાં આવ્યું છે.

Sarkhej Bulldozer Action: કૈલાશ તળાવ પાસે સરકારી જમીન પર બાંધ્યાં હતાં મકાનો

સરખેજના કૈલાશ તળાવ પાસેની (Kailash Lake Sarkhej) સરકારી જમીન પર સુનિતા રાઠોડ અને તેના પતિ દીપકકુમાર રાઠોડે ગેરકાયદે રહેણાંક મકાન બાંધ્યું હતું. બંને સામે સરખેજ સહિતનાં અનેક પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. અગાઉ સુનિતા રાઠોડના કેસમાં પોલીસને 2 કિલોથી વધુ ગાંજો (Ganja Case) અને રૂ. 53 લાખની રોકડ રકમ મળી આવી હતી.

અગાઉ ડિમોલિશન છતાં ફરી બાંધકામ કર્યાનો આક્ષેપ

આ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2023-24 અને ત્યારબાદ 2025માં TP-90 હેઠળ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 6 રહેણાંક મકાનો અને 9 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાં હતાં.

જોકે, અગાઉની કાર્યવાહી બાદ પણ આરોપી દંપતીએ સરકારી જમીન પર ફરીથી ગેરકાયદે મકાન ઊભું કર્યું હોવાનો અને ત્યાંથી ગાંજાના વેચાણની પ્રવૃત્તિ શરૂ કરી હોવાનો આક્ષેપ છે.

બાબુ છારા અને તેની પત્નીના મકાન પર પણ કાર્યવાહી

પોલીસ અને AMCની સંયુક્ત ટીમે રાઠોડ દંપતી ઉપરાંત તેમની બાજુમાં રહેતા બાબુ ગુલાબ છારા અને તેની પત્ની શાંતા છારાના મકાનને પણ તોડી પાડ્યું હતું. બાબુ છારા પણ NDPSના ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવાયું છે. તે એક મહિના પહેલાં ગાંજાના કેસમાં પોલીસના હાથે ઝડપાયો હતો.

ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતાં જ આરોપીઓના પરિવારજનોએ ઘરવખરીનો સામાન ખસેડવાનું શરૂ કર્યું હતું. સાથે જ તેમણે સ્વેચ્છાએ બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરી હતી.

અન્ય ગેરકાયદે બાંધકામો શોધવા AMC કરશે સર્વે

આ કાર્યવાહી બાદ AMC દ્વારા વિસ્તારમાં આવેલા અન્ય ગેરકાયદે મકાનો અને દબાણો શોધવા માટે સઘન સર્વે કરવાની ખાતરી આપવામાં આવી છે. સર્વે દરમિયાન ગેરકાયદે બાંધકામો સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી તૈયાર! હવે બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસની નોટિસ ફરજિયાત

આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર

આ પણ વાંચો: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશનથી હોબાળો