Ahmedabad News/ અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી તૈયાર! હવે બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસની નોટિસ ફરજિયાત

Ahmedabad Demolition Policy: અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી-2026 હેઠળ બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસ અગાઉ જાણ કરવી પડશે. કાટમાળનો 48 કલાકમાં નિકાલ અને ઊંચી શ્રેણીના બાંધકામમાં 15 ટકા પુનઃઉપયોગ ફરજિયાત રહેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE

Ahmedabad News: અમદાવાદ શહેરમાં જૂનાં અને જર્જરિત બાંધકામો તોડવાની કામગીરી માટે હવે નવા નિયમોનું પાલન (Ahmedabad Demolition Policy) કરવું પડશે. શહેરમાં 50થી 60 વર્ષ જૂનાં મકાનો તોડીને નવાં બાંધકામ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ દરમિયાન ડિમોલિશનથી ઊભી થતી ધૂળ, હવાનું પ્રદૂષણ, ટ્રાફિક અને સલામતી સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ તૈયાર કરવામાં આવી (AMC News) છે. આ નીતિ અમલમાં આવ્યા બાદ બાંધકામ તોડવા માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE
Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE

બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસ અગાઉ AMCને જાણ કરવી પડશે

અમદાવાદમાં અત્યાર સુધી જૂનાં બાંધકામો તોડી પાડવા માટે ચોક્કસ નીતિ-નિયમો ન હોવાથી ઘણી જગ્યાએ આડેધડ કામગીરી થતી હતી. તેના કારણે રસ્તા પર દબાણ, ટ્રાફિક અને હવાના પ્રદૂષણ જેવી સમસ્યાઓ ઊભી થતી હતી.

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા અનુસાર, નવી નીતિ હેઠળ ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ કરી શકાશે. રાત્રિના સમયે સાઇટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડશે. મકાન કે અન્ય બાંધકામ તોડવાનું શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ AMCને ફોટોગ્રાફ્સ અને જરૂરી વિગતો સાથે જાણ કરવી પડશે.

આ ઉપરાંત, ડિમોલિશન દરમિયાન ધૂળનું પ્રદૂષણ ન ફેલાય અને કામદારો તથા આસપાસના લોકોની સલામતી જળવાય તે માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. બાંધકામના ક્ષેત્રફળ અને ઊંચાઈના આધારે તેને પાંચ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું છે. તે મુજબ અલગ-અલગ નિયમો લાગુ પડશે. તોડકામ દરમિયાન નીકળતા કાટમાળને ઢાંકીને રાખવો પડશે અને 48 કલાકની અંદર તેનો નિકાલ કરવો પડશે.

Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE
Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE

નવી પોલિસીમાં આ નિયમોનું પાલન કરવું પડશે

નવી નીતિ હેઠળ ડિમોલિશન શરૂ કરતાં પહેલાં માલિક અથવા સંબંધિત પક્ષે AMCને જાણ કરવાની સાથે બાંધકામ અંગેની વિગતો પણ આપવી પડશે. કામગીરી દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ, સલામતી અને કાટમાળના નિકાલ માટે નીચેના નિયમોનું પાલન (AMC Demolition Rules) કરવાનું રહેશે.

  • અગાઉથી જાણ: ડિમોલિશન શરૂ થાય તેના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં AMCને જાણ કરવી પડશે.
  • જરૂરી વિગતો: બાંધકામના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા અને તેનો ઉપયોગ સહિતની માહિતી રજૂ કરવી પડશે.
  • ધૂળ નિયંત્રણ: સાઇટ પર ડસ્ટ બેરિયર અને વિન્ડશિલ્ડ લગાવવાની સાથે પાણીનો છંટકાવ તથા રસ્તાઓની નિયમિત સફાઈ કરવી પડશે.
  • કટિંગ દરમિયાન તકેદારી: કટિંગ, ગ્રાઇન્ડિંગ અને ડ્રિલિંગ જેવી કામગીરી વખતે ધૂળ ફેલાતી અટકાવવા ખાસ નિયંત્રણ પ્રણાલીનો ઉપયોગ કરવો પડશે.
  • યુટિલિટી કનેક્શન: તોડકામ પહેલાં પાણી, વીજળી અને ગેસનાં જોડાણો અંગે જરૂરી વ્યવસ્થા કરવી પડશે.
  • કાટમાળનો નિકાલ: નીકળેલા કાટમાળને નિયત પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચાડવો પડશે અને તેની નોંધ માટે લોગ બુક જાળવવી પડશે.
  • સ્ટ્રક્ચરલ એન્જિનિયર: ઊંચી ઇમારતો તોડતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની હાજરી ફરજિયાત રહેશે.
  • ચેતવણીનાં બોર્ડ: ડિમોલિશન સાઇટ પર લોકોને સાવચેત કરતા ચેતવણી બોર્ડ લગાવવાના રહેશે.
  • સલામતીનાં સાધનો: સ્થળ પર બેરિકેડિંગ અને સેફ્ટી નેટની વ્યવસ્થા કરવી પડશે. કામદારોને હેલ્મેટ, બૂટ સહિતનાં સુરક્ષા સાધનો આપવા પડશે.
  • આસપાસની મિલકતોની સુરક્ષા: ડ્રેનેજ, પાણીની લાઇનો અને નજીકની મિલકતોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી પડશે.
  • નુકસાનની જવાબદારી: ડિમોલિશન દરમિયાન આસપાસની મિલકતને નુકસાન થાય તો તેની જવાબદારી માલિક અને સંબંધિત પક્ષોની રહેશે.
Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE
Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE

15 ટકા કાટમાળનો ફરી ઉપયોગ કરવો પડશે

નવી ડિમોલિશન પોલિસીમાં કાટમાળના રિસાઇકલિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઊંચી શ્રેણીમાં આવતા બાંધકામ તોડવાથી નીકળતા કાટમાળમાંથી ઓછામાં ઓછા 15 ટકાનો પુનઃઉપયોગ કરવો પડશે. જોકે, રિસાઇકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરતી વખતે નવાં બાંધકામની ગુણવત્તા અને નિર્ધારિત માપદંડો સાથે કોઈ બાંધછોડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે.

AMC દ્વારા કરાતી ડિમોલિશન કાર્યવાહી પોલિસીમાંથી બાકાત

મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ, ટાઉન પ્લાનિંગ એક્ટ અથવા અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કરવામાં આવતી ડિમોલિશનની કામગીરીને આ નવી પોલિસીના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE
Ahmedabad Demolition Policy: મકાન તોડતાં પહેલાં 7 દિવસની જાણ ફરજિયાત, અમદાવાદમાં નવા નિયમો | BIG RULE CHANGE

કોના માટે આ પોલિસીનું પાલન ફરજિયાત રહેશે?

આ નવી નીતિ માત્ર મકાનમાલિકો પૂરતી મર્યાદિત નથી. તેમાં ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, AMCમાં નોંધાયેલા એન્જિનિયરો અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રોજેક્ટ એજન્સીઓ, યુટિલિટી સર્વિસ એજન્સીઓ, કાટમાળનું પરિવહન કરતા લોકો અને અધિકૃત પ્રોસેસિંગ યુનિટોએ પણ સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે.


આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર

આ પણ વાંચો: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશનથી હોબાળો

આ પણ વાંચો: રાજકોટમાં 18 વર્ષ બાદ વેપારીઓને ન્યાય: મનપાનું 2008નું ડિમોલિશન ગેરકાયદે, વૈકલ્પિક જગ્યા આપવા હુકમ