Ahmedabad News/ અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર

Ahmedabad Mega Demolition: અમદાવાદના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજમાં AMCએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. દુકાનો, મકાનો અને રસ્તા પરનાં બાંધકામો દૂર કરાયાં હતાં. પૂર્વ ઝોનમાં પણ શેડ અને અન્ય સામાન જપ્ત કરીને ₹26,900નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Mega Demolition: 4 વોર્ડમાં મેગા ડિમોલિશન

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં (Ahmedabad Mega Demolition) આવી હતી. આ કામગીરી દરમિયાન કોમર્શિયલ દુકાનો, કાચાં-પાકાં મકાનો અને રસ્તા પરનાં બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. કોર્પોરેશનની કાર્યવાહીથી રિઝર્વ પ્લોટનો કબજો મેળવવા સાથે ટીપી રોડના કેટલાક ભાગો પણ ખુલ્લા કરાયા હતા.

Ahmedabad Mega Demolition: નારણપુરામાં 6 દુકાનો દૂર કરાઈ

નારણપુરાના રન્નાપાર્ક વિસ્તારમાં (Naranpura News) ટીપી સ્કીમ હેઠળના રિઝર્વ ફાઇનલ પ્લોટ નં. 592માં આવેલી આશરે 350 ચોરસ મીટર વિસ્તારની 6 પાકી કોમર્શિયલ દુકાનો દૂર કરવામાં (AMC Demolition Drive) આવી હતી. ત્યારબાદ AMC દ્વારા પ્લોટનો કબજો મેળવવામાં આવ્યો હતો.

રાણીપ અને પાલડીમાં મકાનો પર કાર્યવાહી

રાણીપમાં 2,804 ચોરસ મીટરના રિઝર્વ પ્લોટમાંથી 19 કાચાં-પાકાં મકાનો (Ranip News) દૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારે પાલડીમાં ગણેશ આવાસ યોજના નજીકથી શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના 12 મીટર ટીપી રોડ પરનાં આશરે 60થી 65 ઝૂંપડાં અને મકાનો (Paldi News) હટાવવામાં આવ્યાં હતાં. આ કામગીરીથી રસ્તાનો આશરે 60 મીટરનો ભાગ ખુલ્લો થયો હતો.

નવા વાડજ અને પૂર્વ ઝોનમાં પણ કાર્યવાહી

નવા વાડજમાં શાંતારામ હોલથી નિર્ણયનગર તરફ જતા 18 મીટર ટીપી રોડ પરનું આશરે 15 ચોરસ મીટરનું પાકું બાંધકામ દૂર કરાયું હતું.

બીજી તરફ, AMCના પૂર્વ ઝોનમાં 6 શેડ દૂર કરવા ઉપરાંત લારીઓ, વજનકાંટા, કેરેટ, બોર્ડ-બેનર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. 41 વાહનોને લોક મારીને ₹17,400નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. અન્ય ચાર્જ સહિત કુલ ₹26,900 વસૂલવામાં આવ્યા હતા.


આ પણ વાંચો: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશનથી હોબાળો

આ પણ વાંચો: રાજકોટમાં 18 વર્ષ બાદ વેપારીઓને ન્યાય: મનપાનું 2008નું ડિમોલિશન ગેરકાયદે, વૈકલ્પિક જગ્યા આપવા હુકમ

આ પણ વાંચો: AMCના નામે ‘ભૂતિયા ડિમોલિશન’નો ખેલ? 3 દુકાનો તૂટી, બે સામે પોલીસ ફરિયાદ