જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે અહીં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાનાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીનાં આધારે, સુરક્ષા દળોએ રાત્રે શહેરનાં જાકુરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો – ઈન્ટરપોલ, યુકે અને યુએસની મદદથી / ઓનલાઇન ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે 19 હજાર લોકોની વિશેષ ટીમ બનાવવામાં આવી
તેમણે કહ્યું કે, જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીરનાં પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે, આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)નાં છે. 29 જાન્યુઆરીએ અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીની હત્યામાં એક આતંકી સામેલ હતો.
#UPDATE 2 terrorists of terror outfit LeT/TRF have been neutralised by Srinagar Police. One of the killed terrorists Ikhlaq Hajam was involved in the recent killing of HC Ali Mohd at Hassanpora Anantnag. Incriminating materials including 2 pistols recovered: IGP Kashmir
— ANI (@ANI) February 5, 2022
J&K | Two terrorists of LeT/TRF neutralised by Srinagar Police in the encounter that started in Zakura area of Srinagar City. One of the killed terrorists Ikhlaq Hajam was involved in the recent killing of HC Ali Mohd at Hassanpora Anantnag
(Visuals deferred by unspecified time) pic.twitter.com/FL3VHmCfoh
— ANI (@ANI) February 5, 2022
આ પણ વાંચો – IPL Mega Auction 2022 / ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે
કાશ્મીરનાં IGPએ ટ્વીટ કર્યું, “આતંકવાદી સંગઠન લશ્કર/TRFનાં બે આતંકવાદીઓને શ્રીનગર પોલીસે ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંનો એક ઇખ્લાક હજામ, અનંતનાગનાં હસનપોરા ખાતે તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદની હત્યામાં સામેલ હતો.” કુમારે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી બે પિસ્તોલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીએ, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં બિજબેરા ગામનાં હસનપોરા તવેલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસનાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. માથામાં ગોળી વાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
