Politics/ રાજ્ય સરકાર અને ભારત સરકાર સામ્યવાદ ને ભૂલી માલેતુજારોની ગુલામી કરી રહી છે : જીગ્નેશ મેવાણી

વડગામ ધારાસભ્ય,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર જીગ્નેશ મેવાણી આજથી જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવ્યા છે. તેમને તેમના જુનાગઢ પ્રવાસ દરમિયાન ભારતના માલેતુજાર 139 લોકો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,  ભારત સરકાર સામ્યવાદ ને ભૂલી માલેતુજારોની ગુલામી કરી રહી છે. 

Top Stories Gujarat Others

@ચેતન પરમાર, જુનાગઢ

વડગામ ધારાસભ્ય,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર જીગ્નેશ મેવાણી આજથી જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવ્યા છે. તેમને તેમના જુનાગઢ પ્રવાસ દરમિયાન ભારતના માલેતુજાર 139 લોકો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,  ભારત સરકાર સામ્યવાદ ને ભૂલી માલેતુજારોની ગુલામી કરી રહી છે.

ગુજરાતમાં શોષિતો, પીડિતો અને કચડાયેલા વર્ગ અને લઘુમતીઓ નો અવાજ બુલંદ કરવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નું નિર્માણ વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શોષિતો પીડિતો અને લઘુમતીઓના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવાના ઉમદા હેતુથી વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજથી બે દિવસ જૂનાગઢના પ્રવાસે છે.

બોડેલી / પોલીસ જેવો રુઆબ છાંટી બોલેરો પીકઅપ ડ્રાઈવર સાથે  મારામારી કર…

જેમાં આજરોજ તાલાળા વેરાવળ તેમજ કેશોદ ઇન્દીરાનગર ખાતે સભા સંબોધી હતી. સભા દરમિયાન જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ સામ્યવાદ ખતમ થઈ ગયો હોય તેમ ભારતની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ ધનાઢ્ય લોકો પાસે ભારતની સંપત્તિનો ખુબ મોટો ભાગ હોય જે ભારત સરકાર અને રાજ્ય સરકારની મીઠી નજર હેઠળ ધનવાનો ને વધુ ધનવાન અને ગરીબોને વધુ ગરીબ બનાવવા નીતિના વિરોધમાં ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

Coronavirus / રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીને હોસ્પીટલમાંથી…

વધુમાં જીગ્નેશ મેવાણી ના જણાવ્યા મુજબ ભારતની અંદર દિન-પ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે.  ઉના થાનગઢ  સહિત ના એક પણ કિસ્સાઓમાં અત્યાર સુધી થયેલા અત્યાચારોમાં ન્યાય મળ્યો નથી, અનેક સરકારી યોજનાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે ગેરરીતી થઈ રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

ઇમર્જન્સી / સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના ખાતાધારકોમાં ભીતિ, ઉપડ્યા આ…

જૂનાગઢમાં નવી ટીમ બેઠી કરવા જીગ્નેશ મેવાણી જૂનાગઢનાં પ્રવાસે હોવાનું જણાવ્યું હતું તેમજ શ્રમિકોને મળતા હક અને અધિકાર માં રાજ્ય સરકાર ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી હોય તેમ જણાવી આકરા પ્રહારો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જ્યારે શોષિતો વંચિતો અને લઘુમતીઓના પ્રાણ પ્રશ્ન ફ્રન્ટ પર આવી કામ કરતી હોય ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય લેવલ સુધી સંગઠન ઊભું કરી લોકોના પ્રશ્નો નું નિરાકરણ વહેલી તકે આવે તેવા ઉમદા હેતુથી આ પ્રવાસમાં આયોજન થયું હતું . જેમાં આજની કેશોદ ની સભામાં જીગ્નેશ મેવાણી સાથે સેલ્ફી લેવા પડાપડી થઇ હતી ખુબ મોટી સંખ્યામાં ગ્રામ્ય પંથકમાંથી તેમજ શહેરી વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા.