Ahmedabad News: અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં ત્રણ દુકાનોના ડિમોલિશનને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. વીડિયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Demolition) દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે AMCના અધિકારીઓની કોઈ સંડોવણી ન હોવાનું સામે આવતા નરોડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો
નાના ચિલોડા (Nana Chiloda) વિસ્તારમાં નરોડા GIDC પ્લોટની બહાર ફૂટપાથ નજીક આવેલી ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી હતી. આ ડિમોલિશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સુધી પહોંચ્યો હતો.
AMCની ટીમ ડિમોલિશનમાં સામેલ ન હોવાનું સ્પષ્ટ
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે જે સમયે ત્રણ દુકાનોનું ડિમોલિશન (Nana Chiloda Demolition) થયું હતું, તે સમયે AMCના કોઈ (Shop Demolition) અધિકારી કે કર્મચારી ત્યાં હાજર નહોતા. આમ છતાં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં AMCનું નામ લેવામાં આવ્યું હતું. આ બાબતને લઈને AMC તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
AMC Demolition: રાજેશ અને કમલ સામે ફરિયાદ
નરોડા પોલીસ સ્ટેશનના PI બી.એમ. કાતરીયાના જણાવ્યા મુજબ, નાના ચિલોડામાં ડિમોલિશન અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ડિમોલિશનની કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં વીડિયોમાં AMCનું નામ લેવામાં આવતા રાજેશ અને કમલ નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
3 દુકાનો કોણે તોડી? હજુ રહસ્ય
સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે નાના ચિલોડામાં આવેલી ત્રણ દુકાનો આખરે કોણે તોડી? હાલ પોલીસ ફરિયાદ AMCનું ખોટું નામ ઉપયોગ કરવા અંગે કરવામાં આવી છે. જોકે, દુકાનોનું વાસ્તવિક ડિમોલિશન કોણે કર્યું હતું તે અંગે હજુ સુધી કોઈ અલગ ફરિયાદ કે તપાસ કરવામાં આવી નથી.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા વીડિયોમાં AMCનું નામ ખોટી રીતે દર્શાવવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં રાજેશ અને કમલ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ (Naroda Police) બંને શખ્સોની પૂછપરછ અને વીડિયોના આધારે વધુ વિગતો મેળવશે.
હાલમાં સમગ્ર મામલે એક તરફ AMCનું નામ ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે, પરંતુ બીજી તરફ ત્રણ દુકાનો તોડનાર વ્યક્તિ કે ટીમ કોણ હતી તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. તેથી ‘ભૂતિયા ડિમોલિશન’ના આ મામલામાં વાસ્તવમાં દુકાનો કોણે પાડી અને શા માટે પાડી? તે સવાલનો જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર! ઉંદર-વંદા રોકવા અમદાવાદ રેલવેની ખાસ તૈયારી
આ પણ વાંચો: ખાંડ બાદ હવે ડુંગળી રડાવશે! 15 દિવસમાં ભાવ રૂ.40થી વધીને રૂ.70, આગામી દિવસોમાં વધુ ભડકો
આ પણ વાંચો: સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર પર રોક: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
