સુરતઃ સુરતમાં આવકવેરા વિભાગે બિલ્ડરને ત્યાં દરોડા પાડતા બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આવકવેરા વિભાગની તપાસ શાખાના અધિકારીઓએ સુરતના મોટા ગજાના બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડતા બિલ્ડર જૂથો ચિંતિત છે.
આઇટીની દરોડા ટીમે વહેલી સવારથી જ સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. તેના હેઠળ સુરતના જાણીતા બિલ્ડર સંજય સુરાણા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. તેની સાથે રિંગ રોડનાયાર્ન મર્ચન્ટ સહિતના જમીનના ધંધા સાથે જોડાયેલા ચાર જૂથો પર દરોડા પાડવામાં આવ્યા છે.
આ તમામ કારોબારીઓના 40 જેટલા સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આઇટી વિભાગના અધિકારીઓ બિલ્ડર સુરાણાના ઘરે અચાનક જ ત્રાટકતા બિલ્ડર પણ આશ્ચર્ય પામ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી તપાસમાં કરોડો રૂપિયાની રોકડ અને ઝવેરાત મળી આવ્યું હતું.
આવકવેરા વિભાગની ગાડીઓએ 100થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો બોલાવ્યો હતો. બાતમી લીક ન થાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની ગાડીઓ ઉપયોગમાં લેવાઈ હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને ઝવેરાત મળી આવી હતી.
મુખ્યત્વે બિલ્ડર સુરાના જૂથ અને રિંગ રોડના યાર્ન મર્ચન્ટના વેપારીઓની સાથે જમીન ડેવલપર્સ ઉપરાંત દલાલી સાથે સંકળાયેલા એક જૂથ સાથે મળીને કુલ ચાર જેટલા ધંધાર્થીઓના રહેણાક તથા ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી સુરત ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટી કોઈ કાર્યવાહી કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું. દિવાળી પછી સુરતનું ઇન્કમ ટેક્સ વિભાગ જાગ્યું છે. જુદા-જુદા ક્ષેત્રની પેઢીઓ સામે હાથ ધરવામાં આવેલી તપાસના લીધે વ્યવસાયિક વર્તુળો ચોંકી ઉઠ્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
