Gujarat election 2022/ પ્રથમ તબક્કાના વોટિંગમાં પહેલા બે કલાકમાં 9 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. તેમા સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીના બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન નોંધાયું છે.

Gujarat

2,39,76,670 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ
1,24,33,362 પુરુષ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
1,15,811 મહિલા મતદારો પણ કરશે મતાધિકારનો ઉપયોગ
સૌથી વધુ 7.72 ટકા મતદાન ડાંગમાં
સૌથી ઓછું 3.92 ટકા મતદાન પોરબંદરમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. તેમા સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીના બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન ડાંગમાં 7.76 ટકા તો સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 3.92 ટકા નોંધાયું છે. પ્રથમ તબક્કાની કુલ 19 જિલ્લાની 89 બેઠકો માટે કુલ 2,39,76,670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કુલ મતદારોમાં 1,24,33,362 પુરુષ મતદારો છે. તેની સામે 1,15,42,811 મહિલા મતદારો છે.

હવે સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27,877 સર્વિસ વોટરનો સમાવેશ થાય છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9,371 પુરુષ અને 235 મહિલા મતદારો મળીને 9,606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 3,331 મતદાનમથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.

આ પણ વાંચોઃ

Gujarat Assembly Election 2022 Live Updates/ પુત્રવધૂ કે પુત્રી? જાડેજાના પિતા કોના પક્ષ સાથે, પોતે આપ્યો જવાબ

Gujarat Assembly Election 2022/ ચૂંટણી પહેલા રેકોર્ડ 750 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત