Patan News/ ઓપરેશન બાદ મહિલા દર્દીનું મોત થતા હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ

તબીબની બેદરકારીના આક્ષેપ સામે તબીબે પણ સ્પષ્ટતા કરી પોતાનો બચાવ પક્ષ મૂક્યો છે

Top Stories Gujarat

Patan News : પાટણ શહેરની શ્યામવિલા હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું સારંગગાંઠના ઓપરેશન બાદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના પરિવારજનોએ ડૉક્ટર મુકુંદ પટેલ પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.પરિવારજનોના આરોપ મુજબ, ઓપરેશન બાદ એક દિવસ પણ ડૉક્ટરે દર્દીની મુલાકાત લીધી ન હતી. વધુમાં, દર્દીના પરિવારે આરોપ મૂક્યો છે કે ડૉક્ટરે સરકારી કાર્ડથી સારવાર કરાવવા પર જવાબદારી ન લેવાનું કહ્યું હતું. રોકડ રકમથી સારવાર કરાવવા પર જ દર્દીનો જીવ બચાવવાની ખાતરી આપી હતી.

મહિલાની પુત્રી કાજલ સાધુએ જણાવ્યું કે કેસ દબાવવા માટે ડૉક્ટરે પૈસાની ઓફર પણ કરી હતી. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બીજી તરફ, ડૉક્ટર મુકુંદ પટેલનું કહેવું છે કે ઓપરેશન બાદ દર્દીની તબિયત સારી હતી. સાત વર્ષ પહેલાં પણ મહિલાએ ઓપરેશન કરાવ્યું હતું. તેમને આંતરડા અને અન્ય અવયવોમાં તકલીફ હતી. શ્વાસ અને ડાયાબિટીસની બીમારી પણ હતી. સ્વાસ્થ્ય બગડતાં ICUમાં દાખલ કરવાની સલાહ આપી હતી, પરંતુ પરિવાર સંમત ન થયો.

પાટણમાં મહિલાની સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજતા એક પરિવારે તેમનું સ્વજન ગુમાવ્યું છે. બીજી તરફ તબીબની બેદરકારીના આક્ષેપ સામે તબીબે પણ સ્પષ્ટતા કરી પોતાનો બચાવ પક્ષ મૂક્યો છે, ત્યારે હવે પી. એમ રિપોર્ટમાં મહિલાના મોતનું સાચું કારણ શું આવે છે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથમાં 31 ડિસેમ્બર પૂર્વે વેરાવળના બંદરમાં પોલીસનું સઘન ચેકીંગ

આ પણ વાંચો: જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત

આ પણ વાંચો: વેરાવળમાં સરકારે ડિમોલિશન કરી, જમીનનો કબજો લીધો,ઓલિયા એ દીન કમિટીની ડિમોલિશન છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની માગ HCએ નકારી