biden/ પરમાણુ શસ્ત્રો ધરાવતું પાકિસ્તાન વિશ્વ માટે ભયજનકઃ બાઇડેન

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રો ધરાવતું વિશ્વનું સૌથી ભયજનક રાષ્ટ્ર ગણાવ્યું છે. બાઇડેને ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના સ્વાગત સમારંભમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે પાકિસ્તાન વિશ્વના સૌથી જોખમી દેશોમાં એક છે.

Top Stories World
  • સમગ્ર વિશ્વમાં રાજકીય જોડાણોનું નવેસરથી આકલન થઈ રહ્યુ છે
  • વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં બધાની નજર અમેરિકા પર
  • ચીન અમેરિકા માટે ભવિષ્યમાં મોટો પડકાર

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રો ધરાવતું વિશ્વનું સૌથી ભયજનક રાષ્ટ્ર ગણાવ્યું છે. બાઇડેને ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના સ્વાગત સમારંભમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે પાકિસ્તાન વિશ્વના સૌથી જોખમી દેશોમાં એક છે.

તેમણે જણાવ્યું હતું કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. દેશો તેમના જોડાણો પર પુર્નવિચાર કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ આજે આપણા તરફ જોઈ રહ્યુ છે. આપણે વર્તમાન સ્થિતિને કેવી રીતે પહોંચી વળીએ છીએ તેના પર બધાની નજર છે. અમેરિકાની પાસે વિશ્વને એવી જગ્યાએ લઈ જવાની ક્ષમતા છે જે તે પહેલા ક્યારેય ન હતી.

તેમણે કહ્યું હતું કે શું આપણે ક્યારેય વિચાર્યુ હતું કે ક્યુબન મિસાઇલ કટોકટી પછી એવો કોઈ રશિયન નેતા આવશે જે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપશે. આટલા મોટાપાયા પરની જાનહાનિને યોગ્ય ઠેરવશે. આપણે એવી પરિસ્થિતિમાં હોઈશું જ્યાં ચીન રશિયા, ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તેની ભૂમિકાને શોધવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે કહ્યું હતું કે રશિયા દ્વારા જે કરવામાં આવી રહ્યુ છે તેને કેવી રીતે હેન્ડલ કરીશું.

આ અઠવાડિયામાં તે સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન એક સમયે જે અમેરિકાનું સાથી હતું તેનો હવે યુએસ નેશનલ સ્ટ્રેટેજીમાં ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. તેમા ચીનને અમેરિકાના સૌથી વધુ પરિણામલક્ષી  ભૌગોલિક રાજકીય પડકાર તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 48 પાનાના દસ્તાવેજમાં દક્ષિણ અને મધ્ય એશિયાઈ ક્ષેત્રમાં આતંકવાદ અને અન્ય ભૌગોલિક વ્યૂહાત્મક ભયનો ઉલ્લેખ છે. આ ઉપરાંત 2021ના સ્ટ્રેટેજી પેપરમાં પણ પાકિસ્તાન અદ્રશ્ય હતું. જો કે બાઇડેનની આગેવાની હેઠળનું તંત્ર પાકિસ્તાન સાથે અલગથી સંબંધ બનાવવા ઇચ્છતુ હોય તેમ લાગે છે.