Gandhinagar News/ જૂનાગઢમાં કોર્પોરેટરની હત્યા કેસમાં ધરપકડ બાદ ફરાર થઈને સાધુવેશમાં ફરતા આરોપીની ધરપકડ

આરોપી સામે હત્યા, નશીલા પદાર્થની હેરાફેરી જેવા 12થી વધુ ગુનો નોંધાયેલા છે

Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News : જુનાગઢના નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદે હથિયારની પ્રવૃતિ સાથે સંકળાયેલા અશ્વિન વલકુભાઈ સાબડ અંગે જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ-9ના કોર્પોરેટર કરમણભાઈ પૂંજાભાઈ રબારીએ પોલીસને માહિતી આપી હતી.

જેની અદાવત રાખીને આરોપી અશ્વિન સાબડ અને તેના પાંચ સાગરીતોએ કાવતરૂ ઘડીને ભવનાથ વડલી ચોક રોડ પર કરમણભાઈ રબારી પર પિસ્ટલથી માથાના તથા પીઢના ભાગે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યુ હતું.

બાદમાં 26.2.2010ના રોજ પોલીસે આરોપી અશ્વિન સાબડની ધરપકડ કરીને તેને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ 18.10.2019ના રોજ તે પાંચ દિવસના વચગાળાના જામની પર મુક્ત થયો હતો. જોકે 24,10,2019થી તે ફરાર થઈ ગયો હતો.

આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એતપાસ હાથ ધરીને રાજસ્થાનના બિકાનેરથી આરોપી અશ્વિન સાબડની ધરપકડ કરી હતી. પોલીસથી બચવા માટે તેણે વાળ દાઢી વધારીને સાધુ જેવા તથા શીખ જેવી પાઘડી પહેરીને અલગ અલગ વેશ ધારણ કરીને અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં બે ડમી સ્કૂલ ઓળખી કાઢવામાં આવી

આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન

આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ