Rajkot News/ રાજકોટમાં બે ડમી સ્કૂલ ઓળખી કાઢવામાં આવી

 અત્યંત જાણીતી એલન ઇન્સ્ટિટ્યુટના શાળાઓ સાથેની સાંઠગાંઠના કૌભાંડને લઈને મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. તેના તીવ્ર પ્રતિઘાત પણ મળી રહ્યા છે. સરકારી તંત્રમાં પણ તેના પગલે હડકંપ મચી ગયો છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News:  અત્યંત જાણીતી એલન ઇન્સ્ટિટ્યુટના શાળાઓ સાથેની સાંઠગાંઠના કૌભાંડને લઈને મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. તેના તીવ્ર પ્રતિઘાત પણ મળી રહ્યા છે. સરકારી તંત્રમાં પણ તેના પગલે હડકંપ મચી ગયો છે. રાજ્યના શિક્ષણ જગતમાં એકદમ દોડધામ મચી ગઈ છે. તેમા પણ ખાસ કરીને શિક્ષણનું કાર્યક્ષેત્ર સંભાળતા રાજ્યના મોટાભાગના ડીઇઓ સાવધાનની મુદ્રામાં આવી ગયા છે.

આ જ સંદર્ભમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દીક્ષિત પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બે શાળાઓ ડમી વિદ્યાર્થીઓ ઊભા કરતી હોવાનું ઓળખી કાઢવામાં આવ્યું છે અને આવી બીજી શાળાઓને ઓળખી કાઢવાની કાર્યવાહી ચાલુ છે. આ પ્રકારે ડમી વિદ્યાર્થીઓને લઈને શિક્ષણની હાટડી માંડતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ રીતે ડમી વિદ્યાર્થીઓ ઊભા કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની શાળાઓ ડમી વિદ્યાર્થીઓ ઊભા કરીને આર્થિક લાભ મેળવે છે. આ રીતે ડમી વિદ્યાર્થીઓને લઈને નાણાકીય લાભ મેળવતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ તો થઈ સુરત અને રાજકોટની વાત, આગામી દિવસોમાં રાજ્યના દરેક જિલ્લાના ડીઇઓએ આ રીતે ચાલતા ડમી વિદ્યાર્થીઓના કૌભાંડને લઈને કાર્યવાહી કરવાની ફરજ પડી શકે તેમ છે. મંતવ્ય ન્યૂઝે સ્કૂલો અને કોચિંગ ઇન્સ્ટિટ્યુટ વચ્ચે સાંઠગાંઠ કરીને વાલીઓને ખંખેરવાનો જે કારોબાર ચાલુ કર્યો છે તેને બ્રેક મારવા માટે કાર્યવાહી કરવી પડશે.

મંતવ્ય ન્યૂઝના અહેવાલના પગલે સરકાર પણ સફાળી જાગી છે અને એલનની સામે ગમે ત્યારે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. તેથી આ રીતે સ્કૂલ-કોચિંગ ઇન્સ્ટિટ્યુટની સાંઠગાંઠ રચનારાઓએ હવે વાલીઓને તો બહુ ખંખેરી લીધા, પરંતુ સરકાર દ્વારા તેમને ખંખેરવાનો સમય પણ આવી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો: એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડને લઈને વિપક્ષના પ્રહારો

આ પણ વાંચો: રાજકોટમાં શિક્ષણ માફિયાનો કાળો કારોબાર: JEE-NEET કોચિંગની KOTA ફેક્ટરી