Rajkot News/ રાજકોટમાં હેલમેટ ફરજિયાત નીતિ સામે વિરોધનો વંટોળ, દેવાયત ખવડે કહી આ વાત

ગુજરાતના તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાથી લોકોને માથામાં ઈજા થવાની શક્યતા છે.

Gujarat Rajkot Trending

Rajkot News:રાજકોટ (Rajkot) શહેરમાં 8 સપ્ટેમ્બરથી હેલમેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે સ્થાનિક નાગરિકોમાં વ્યાપક આક્રોશ જોવા મળ્યો છે. શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલી હેલમેટ ચેકિંગ ડ્રાઇવ, જેમાં 400થી વધુ પોલીસ જવાનો રસ્તાઓ પર તૈનાત કરાયા, લોકો માટે હેરાનગતિનું કારણ બની છે.રૂ. 500નો દંડ ફટકારવામાં આવતાં નાગરિકોએ ખરાબ રસ્તાઓ, વરસાદી વાતાવરણ અને હેલમેટથી દૃશ્યતામાં અડચણ જેવાં બહાનાં આગળ ધર્યાં છે. આ નીતિ સામે લોક કલાકાર, રાજકીય નેતાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વર્ગોએ વિરોધ નોંધાવ્યો છે, જ્યારે વકીલોએ હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજકોટમાં પોલીસે સવારે 9 વાગ્યાથી રસ્તાઓ પર હેલ્મેટ ચેક કરવાનું શરૂ કર્યું હતું. રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક અઠવાડિયાથી હેલ્મેટ જાગૃતિ ઝુંબેશ ચલાવી હતી અને એક મહિના પહેલા હેલ્મેટ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી હતી. પોલીસે હેલ્મેટ વગર બાઇક ચલાવતા લોકોને રોક્યા હતા અને દરેકને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો, જેનાથી લોકો ગુસ્સે થયા હતા. ટ્રાફિક વિભાગના ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેરના તમામ ચોકડીઓ પર પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આજથી, લગભગ 400 પોલીસકર્મીઓ હેલ્મેટ ચેક કરી રહ્યા છે. મોટર વાહન કાયદા હેઠળ ભારતમાં 1988 થી હેલ્મેટ કાયદો અમલમાં છે. જેના માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે અને જો હેલ્મેટ નિયમનું પાલન ન કરવામાં આવે તો તેનું પાલન કરવાની માંગ કરવામાં આવી હતી. જેના કારણે ગુજરાતના તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાથી લોકોને માથામાં ઈજા થવાની શક્યતા છે. જો બાઇક પર પતિ-પત્ની સાથે બાળક હોય તો બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. રાજકોટ શહેર પોલીસે લગભગ 3000 હેલ્મેટ મફતમાં વહેંચ્યા છે અને જો પોલીસને સ્પોન્સર મળે તો પોલીસ તેનું મફતમાં વિતરણ કરવાનું ચાલુ રાખશે.

લોક કલાકાર દેવાયત ખવડે સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો અપલોડ કરીને હેલ્મેટ કાયદાની રજૂઆત કરી. શહેરી વિસ્તારોમાં હેલ્મેટ કાયદામાંથી રાહત આપવા રાજ્ય સરકારને અપીલ કરી. દેવાયત ખવડે કહ્યું કે સાવધાની માટે આ કાયદાનો હેતુ સમજી શકાય તેવો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જ્યાં વાહનોની ગતિ ખૂબ ઓછી હોય છે અને ટ્રાફિકનું દબાણ વધારે હોય છે, ત્યાં હેલ્મેટ ફરજિયાત બનાવવાથી સામાન્ય લોકોને બિનજરૂરી રીતે તકલીફ પડે છે. તેમણે વધુમાં કહ્યું કે હેલ્મેટ ન પહેરવા બદલ દંડ વસૂલવાને બદલે, ટ્રાફિક શિસ્ત, ડ્રાઇવિંગ શિક્ષણ અને ટ્રાફિક વ્યવસ્થાપન પર વધુ ભાર મૂકવો જોઈએ.

રાજકોટ શહેર પોલીસે હેલમેટ ફરજિયાત કરવાની જાહેરાત એક મહિના પહેલાં કરી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી જાગૃતિ ઝુંબેશ ચલાવી હતી. 8 સપ્ટેમ્બરથી સવારે 9 વાગ્યાથી શહેરના તમામ મુખ્ય ચોકડીઓ પર પોલીસે હેલમેટ ચેકિંગ શરૂ કર્યું. ટ્રાફિક વિભાગના DCP હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું, “શહેરમાં દરરોજ અંદાજે 400 પોલીસ જવાનો હેલમેટ ચેકિંગમાં રોકાયેલા છે. આ નીતિ ભારતના મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ અમલમાં છે, જેનો હેતુ નાગરિકોની સુરક્ષા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, અકસ્માતોમાં હેડ ઇજાને રોકવા હેલમેટ ફરજિયાત કરાયું છે, અને આ નિયમ બાઇક પર સવાર પતિ-પત્ની સાથે બાળકોને પણ લાગુ પડે છે.પોલીસે નાગરિકોને પ્રોત્સાહન આપવા 3,000 હેલમેટ નિઃશુલ્ક વિતરણ કર્યા છે અને સ્પોન્સરશિપ મળે તો આગળ પણ આવું વિતરણ ચાલુ રાખવાની યોજના છે. જોકે, દંડની કાર્યવાહીએ લોકોમાં અસંતોષ વધાર્યો છે.

રાજકોટમાં રૈયા ચોકડી પાસે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ હેલ્મેટનો વિરોધ કરી રહ્યા હતા અને રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હેલ્મેટનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા. AAP શહેર પ્રમુખ દિનેશભાઈ જોશીએ પોલીસની હાજરીમાં હેલ્મેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટના રૈયા ચોકડી નજીક આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ હેલમેટ નીતિનો ખુલ્લો વિરોધ કર્યો. AAPના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશીએ પોલીસની હાજરીમાં હેલમેટ તોડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસે અનેક લોકોની અટકાયત કરી. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિક બુખારી ભાઈએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો. તેમણે હેલમેટની જગ્યાએ તપેલી પહેરીને રસ્તા પર આવીને કહ્યું, “હેલમેટ હટાવો, મારી પાસે દંડના પૈસા નથી. અકસ્માત બેદરકારીથી થાય છે, હેલમેટથી કોઈ ફાયદો નથી.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો:રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ભાજપના નેતાઓ પર સાધ્યું નિશાન, નવી પોસ્ટથી ખળભળાટ