Kala Hiran Film Controversy Delhi High Court 2026: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના(Salman Khan) વર્ષ 1998 ના બહુચર્ચિત કાળિયાર શિકાર કેસ પરથી કથિત રીતે પ્રેરિત ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’ (Kala Hiran) નો વિવાદ હવે દિલ્હી હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. શુક્રવારે ફિલ્મનું ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ થયા બાદ, સલમાન ખાને આ પ્રોજેક્ટ પર વચગાળાનો સ્ટે લાવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી કરતાં જસ્ટિસ નીના બંસલ ક્રિશ્નાની સિંગલ બેન્ચે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાની, ડિરેક્ટર ભારત એસ. શ્રીનાથ, અક્ષય પાંડે અને ‘જ્ઞાની ફાયરફોક્સ ફિલ્મ્સ’ ને સત્તાવાર નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.
Salman Khanની મુખ્ય દલીલો
સલમાન ખાનની(Salman Khan) કાનૂની ટીમ વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, ભલે ફિલ્મમાં એક્ટરનું નામ સીધું વાપરવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મના કન્ટેન્ટ અને પાત્રો દ્વારા દર્શકો તેને સરળતાથી ઓળખી શકે છે:
ઓળખનું ચિહ્ન: 29 May 2026 ના રોજ જાહેર થયેલા પોસ્ટરમાં મુખ્ય પાત્ર સલમાન ખાન જેવું જ દેખાય છે અને તેણે સલમાન ખાનની સિગ્નેચર સ્ટાઈલ ગણાતું ‘વાદળી રંગનું ફિરોઝા બ્રેસલેટ’ પહેરેલું છે.
ખોટો સંદેશ અને ન્યાયિક અવરોધ: પોસ્ટરમાં પાત્રને હાથમાં હથિયાર (ગન) સાથે દર્શાવાયું છે, જ્યારે સલમાન ખાન(Salman Khan) વર્ષ 2017 માં જ ‘આર્મ્સ એક્ટ’ કેસમાંથી નિર્દોષ છૂટી ગયો છે. વકીલોએ દલીલ કરી કે આ કેસ હાલમાં રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને મે 2026 ની સુનાવણી બાદ તેની આગામી તારીખ 13 July 2026 નક્કી કરાઈ છે. આવા સમયે ફિલ્મ લાવવાથી ન્યાયિક પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે.
પ્રોડ્યુસરે સલમાનની લીગલ નોટિસ ફાડી નાખી!
આ વિવાદે ત્યારે વધુ હિંસક અને નાટકીય વળાંક લીધો જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાન(Salman Khan) દ્વારા મોકલાયેલી કાનૂની નોટિસને લાઈવ વીડિયોમાં ફાડી નાખી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા દાવો કર્યો કે:
“છેલ્લા 36 કલાકથી મને સલમાન ખાનની ટૂલકિટ અને અંડરવર્લ્ડ ‘ડી-કંપની’ (D-Company) ના નામે જાનથી મારી નાખવાની અને માથું વાઢી નાખવાની હજારો ધમકીઓ મળી રહી છે. આ જ મારી તરફથી સલમાનની નોટિસનો જવાબ છે, હવે અમે ડી-કંપનીને જોઈ લઈશું.”
બીજી તરફ, ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં અમિત જાનીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ફિલ્મ કોઈ સલમાન ખાનની બાયોપિક નથી, પરંતુ તે વન્યજીવોના રક્ષણ માટે કટિબદ્ધ ‘બિશ્નોઈ સમુદાય’ ના વારસા અને તેમના સંઘર્ષની વાર્તા છે, જેમાં સલમાન ખાનનો કેસ માત્ર એક નાનો ભાગ છે.
શું છે 1998 નો સમગ્ર કાળિયાર કેસ?
આ વિવાદ વર્ષ 1998 માં જોધપુર ખાતે ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈં’ ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો, જ્યાં સલમાન ખાન, (Salman Khan) સૈફ અલી ખાન, તબ્બુ અને સોનાલી બેન્દ્રે સામે કાળિયાર શિકારનો કેસ નોંધાયો હતો. આ કેસમાં 12 October 1998 ના રોજ સલમાનની પ્રથમ ધરપકડ થઈ હતી. એપ્રિલ 2006 માં તેને ચિંકારા કેસમાં સજા થઈ, જ્યારે 05 April 2018 ના રોજ કાળિયાર શિકાર કેસમાં કોર્ટે સલમાનને 5 વર્ષની જેલ અને 10,000 રૂપિયા દંડની સજા ફટકારી હતી. હાલમાં સલમાન ખાન(Salman Khan) જામીન પર બહાર છે. દિલ્હી હાઇકોર્ટે હવે ‘કાલા હિરણ’ ફિલ્મ પર સ્ટે આપવા અંગેની આગામી સુનાવણી 19 June ના રોજ નક્કી કરી છે.
આ પણ વાંચો:કાલા હરણ શિકાર કેસ પર બનેલી ફિલ્મ સામે સલમાન ખાન પહોંચ્યો કોર્ટ, પ્રોડ્યુસરે આપ્યો ખુલ્લો પડકાર
આ પણ વાંચો:સલમાન ખાનના પાડોશીને હાઈકોર્ટેની ટકોર ‘સોશિયલ મીડિયા પર કોઈને બદનામ કરવાનો અધિકાર નથી’
આ પણ વાંચો:સલમાન ખાને ફાર્મ હાઉસ પર મનાવ્યો પોતાનો 60 મો જન્મદિવસ… બોલીવુડ સિતારી ઉમટ્યાં…



