Kala Hiran Film First Look 2026: સલમાન ખાનના (Salman Khan) વર્ષ 1998 ના પ્રખ્યાત બ્લેકબક (કાળા હરણ) શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના વિવાદ પર આધારિત ફિલ્મ ‘કાલા હિરન – ધ બેટલ ફોર લેગેસી’ (Kala Hiran: The Battle for Legacy) ની પહેલી ઝલક એટલે કે ફર્સ્ટ લુક ટીઝર શુક્રવારે ઓફિશિયલી રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝર રિલીઝ થતાં જ બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર મોટો ખળભળાટ મચી ગયો છે, કારણ કે સલમાન ખાનની લીગલ ટીમે આ ફિલ્મ ના બનાવવા માટે મેકર્સ પર કોર્ટ કેસ પણ કર્યો છે.
ટીઝરમાં સલમાન જેવો જ લુક અને ‘લાયન બિશ્નોઈ’ નો દબદબો
રિલીઝ થયેલા ફર્સ્ટ લુક વીડિયો પરથી સ્પષ્ટ દેખાય છે કે આખી વાર્તા સલમાન ખાનના(Salman Khan) જીવન પર જ આધારિત છે:
અયાન ખાન અને સલમાનનું બ્રેસલેટ: ફિલ્મમાં સલમાન ખાનના(Salman Khan) પાત્રનું નામ બદલીને ‘અયાન ખાન’ રાખવામાં આવ્યું છે. લીડ એક્ટરનો લુક આબેહૂબ સલમાન ખાન જેવો રાખવામાં આવ્યો છે અને તેના હાથમાં સલમાન જેવું જ ફેમસ ફિરોઝા બ્રેસલેટ પણ જોવા મળે છે. ટીઝરની શરૂઆત 02 October 1998 ની એ કાળી રાતથી થાય છે, જ્યારે બે કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો.

દાઉદનો બાપ ‘લાયન બિશ્નોઈ’: વીડિયોમાં 90 ના દાયકામાં મુંબઈ અંડરવર્લ્ડ પર દાઉદ ઈબ્રાહિમના પ્રભાવને દર્શાવતા કહેવાયું છે કે, “90 ના દાયકામાં દાઉદ અંડરવર્લ્ડનો બાપ હતો, પણ આજે તેનો પણ એક બાપ છે અને તેનું નામ છે લાયન બિશ્નોઈ (લોરેન્સ બિશ્નોઈનું પરિવર્તિત નામ).” આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં અંધાધૂંધ ગોળીબાર અને પોલીસ તપાસના દ્રશ્યો બતાવાયા છે. ફિલ્મમાં મુકેશ તિવારી, ગોવિંદ નામદેવ અને કમલેશ સાવંત જેવા દિગ્ગજ કલાકારો પોલીસ અધિકારીઓના રોલમાં છે.
Salman Khanએ પ્રોડ્યુસરને મોકલી લીગલ નોટિસ
સલમાન ખાનની(Salman Khan) કાનૂની ટીમે આ ફિલ્મની નિર્માણ પ્રક્રિયા અને પ્રમોશન પર તાત્કાલિક રોક લગાવવા માટે પ્રોડ્યુસર-ડાયરેક્ટરને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં દાવો કરાયો છે કે, આ ફિલ્મ સલમાન ખાનની વર્ષોની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી શકે છે.
બીજી તરફ, ફિલ્મના નિર્માતા અમિત જાનીએ સલમાન ખાનને(Salman Khan) કોર્ટમાં જ પછડાટ આપવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, “12 June એ ટીઝર રિલીઝ કરીને અમે પહેલી લડાઈ જીતી લીધી છે. આ ફિલ્મ કોઈ બાયોપિક નથી, પણ પબ્લિક ડોમેનમાં રહેલી માહિતી પર આધારિત છે, જે બિશ્નોઈ સમુદાયના વન્યજીવ બચાવવાના સંઘર્ષને દર્શાવે છે. જો સલમાન ખાન કોર્ટમાં જશે, તો અમે તેમને કોર્ટમાં જ પટકણી આપીશું.” આ ફિલ્મનું નિર્દેશન ભરત એસ શ્રીનેત કરી રહ્યા છે અને તેને ‘જાની ફાયરફોક્સ ફિલ્મ્સ’ની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે.
આ પણ વાંચો:સલમાન ખાનના પાડોશીને હાઈકોર્ટેની ટકોર ‘સોશિયલ મીડિયા પર કોઈને બદનામ કરવાનો અધિકાર નથી’
આ પણ વાંચો:સલમાન ખાન પાપારાઝી પર ભડક્યા, હોસ્પિટલ બહાર ફોટોગ્રાફરોને આપી કડક ચેતવણી
આ પણ વાંચો:સલમાન ખાને ફાર્મ હાઉસ પર મનાવ્યો પોતાનો 60 મો જન્મદિવસ… બોલીવુડ સિતારી ઉમટ્યાં…

