Lifestyle: તમામ લોકો પોતાના ઘર અને કિચનને સ્વચ્છ, સુરક્ષિત અને સાફ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ઘણી વાર દરરોજ વપરાશમાં આવનારી કેટલીક નુકસાનકારક વસ્તુઓ (Kitchen Harmful Items)થી આપણા સ્વાસ્થ્યને જોખમ ઊભું થઇ શકે છે. જે લાંબા સમય સુધી કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે.
શું છે આ કેન્સરની બીમારી?
આપણે સૌ જાણીએ છીએ કે, કેન્સર (Cancer Disease) કેટલી ગંભીર બીમારી છે અને જો ધ્યાન આપવામાં ન આવે તો એ જીવલેણ પણ નીવડી શકે છે. કેન્સર એક એવી જીવલેણ બીમારી (Lethal Disease) છે જેનું નામ સાંભળતા વાંત લોકો ડરી જાય છે! પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, લોકો જાણ્યે-અજાણ્યે અમુક એવી ભૂલો કરી બેસો છો જેના પરિણામે શરીરમાં કેન્સરનું જોખમ વધી જાય છે! પ્રાપ્ત આંકડા અનુસાર, સામાન્ય રીતે ભારતમાં દર વર્ષે કેન્સરના 8 થી 10 લાખ નવા કેસ નોંધાય છે. 6 લાખ જેટલા લોકો કેન્સરને કારણે મોતને ભેટે છે. કેન્સરને સરળ શબ્દોમાં સમજાવીએ તો ‘કેન્સર એટલે શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્ધિ’!
રસોડાની નુકસાનકારક વસ્તુઓ (Kitchen Harmful Items)થી આપણા સ્વાસ્થ્યને જોખમ
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રસોડામાં હાજર કેટલોક સામાન ધીમે-ધીમે શરીરમાં વિષાર્ધ પદાર્થો દાખલ કરે છે જે લાંબા સમય સુધી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે.
આ સંજોગોમાં હવે તમારા કિચનની એવી અમુક વસ્તુઓ વિશે જાણીશું કે જે કેન્સરને નિમંત્રણ આપી શકે છે અને એને સત્વરે રસોડામાંથી બહાર નિકાલ કરવાની જરુર છે. ડૉક્ટર્સના જણાવ્યાનુસાર, વાસણ સ્વચ્છ કરવા માટેના સ્પોન્જ પણ બેક્ટેરિયાનો મોટો અડ્ડો બની શકે છે. એના નાના-નાના કાણાઓમાં ભેજ અને ખોરાકના કણ ફસાયેલા રહે છે જેમાં જોખમી બેક્ટેરિયા (Bacterial Growth) ઝડપભેર ઉદ્ભવે છે.

કિચન સ્પોન્જ સાફ દેખાય છે પરંતુ છે ખતરનાક
તબીબોના જણાવ્યાનુસાર, વાસણો સાફ કરવા માટેના સ્પોન્જ (Kitchen Sponge) બેક્ટેરિયાનો એક મોટો અડ્ડો સમાન બની શકે છે. એના નાના-નાના કાણામાં ભેજ તથા ખોરાકના કણો ફસાયેલા રહે છે જેથી એમાં સ્વાસ્થ્યને જોખમી એવા બેક્ટેરિયાનો વિકાસ થઇ શકે છે. આ બેક્ટેરિયા વાસણો દ્વારા શરીરમાં પહોંચીને ઇમ્યૂન સિસ્ટમ (Immune System)ને નબળી બનાવે છે અને લાંબા ગાળાનું નુકસાન કરી શકે છે.
પ્લાસ્ટિકના વાસણો અને ડબા
કિચનમાં વપરાતા પ્લાસ્ટિકના વાસણો જેમ કે ચોપિંગ બોર્ડ અને સ્ટોરેજ કરવાના ડબા (Chopping boards and Storage containers) પણ હૅલ્થ માટે અયોગ્ય માનવામાં આવે છે. વિશેષ કરીને, જ્યારે પણ એમાં ગરમ ભોજન રાખવામાં આવે છે ત્યારે હાનિકારક કેમિકલ્સ ખોરાકમાં ભળી જાય છે. માઇક્રો પ્લાસ્ટિક અને કેમિકલ્સ શરીરમાં જઇને અનેક પ્રકારની બીમારીઓનું જોખમ વધારી શકે છે.

એલ્યુમિનિયમ ફોઇલ અને વાસણો
એલ્યુમિનિયમ (Aluminum)નો વપરાશ આમ તો સામાન્ય રીતે થતો જ હોય છે પરંતુ એમાં ખાટું અથવા તો મસાલેદાર રસાવાળું ભોજન રાંધવાથી આ ધાતુના કણો આહારમાં મિક્સ થઇ શકે છે. લાંબા ગાળે એની અસર શરીર પર પડી શકે છે અને આ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે.
નૉન સ્ટિક પૅનનું જોખમ
નૉન સ્ટિક પૅન (Non Stick Pen)માં હાજર કોટિંગ વધુ ગરમ થવાથી હાનિકારક કેમિકલ્સ રિલીઝ કરી શકે છે. જો પૅનની અંદરની સપાટી ખરાબ હોય અથવા તો ખરબચડી હોય તો એના હાનિકારક તત્વો આહારમાં ભળી શકે છે અને એ લીવર ઉપરાંત, ફેફસા પર પણ અસર કરી શકે છે.

પ્રોસેસ્ડ અને વધુ તળેલું ભોજન
પેકેટ ફૂડ્સ, ઇન્સન્ટ ફૂડ અને વધુ તળેલો ખોરાક (Instant Food & Fried Food) પણ જોખમી બની શકે છે. આવા આહારમાં હોજર કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ શરીર પર નેગેટિવ ઇફેક્ટ કરે છે. જ્યારે એક જ તેલમાં વારંવાર તળેલા ફરસાણ કે આહાર ખાવાથી લાંબા ગાળે એ હૅલ્થ (Health) માટે હાનિકારક બની શકે છે.
વધુ શુગર ધરાવતા પેકેજ્ડ ડ્રિંક્સ
તૈયાર પેકેટોમાં મળતા સોડા, જ્યૂસ જેવા પેકેજ્ડ પીણાં (Packed Drinks)માં શુગર એડિટિવ્સ હોય છે જે કેવળ ડાયાબિટીસનું કારણ નથી બનતા પણ કેટલાક રિસર્ચ અનુસાર, કેન્સરજન્ય જોખમોને પણ વધારી શકે છે. આથી જ ઘરે બનાવેલા તાજા ફળના જ્યૂસ અને હર્બલ ડ્રિંક્સને જ પ્રાથમિકતા આપવી જોઇએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: બજેટ 2026માં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્માન ભારત માટે કરોડોની જાહેરાત
આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!
આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો
