Lifestyle/ જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!

Cancer (કેન્સર) સામે લડવા માટે જાપાની ટ્રી ફ્રોગ નામના દેડકાના આંતરડામાં હાજર બેક્ટેરિયા ઘણા જ પ્રભાવશાળી સાબિત થયા છે. કેવળ એક માત્ર ડોઝથી જ ટ્યૂમર…

Trending Health & Fitness Lifestyle
Cancer, કેન્સર, જાપાન, ટ્રી ફ્રોગ, બેક્ટેરિયા

Lifestyle: કેન્સર (Cancer) એટલે કેન્સલ…ઘણાના દિમાગમાં આ ખયાલ હજુ પણ પ્રવર્તમાન છે! જાપાનમાં ટ્રી ફ્રોગ (Tree Frog, Japan)ના આંતરડામાંથી મળી આવ્યા કેન્સર વિરોધી બેક્ટેરિયા..! ઉંદરો (Rats) પર કરાયેલા પરીક્ષણમાં એક જ ડોઝમાં ટયૂમર (Tumor) પૂર્ણ રીતે ગાયબ થઇ ગયું અને એ પણ કોઈ પણ જાતની આડ અસર વિના… આ બેક્ટેરિયા ઇમ્યૂન સિસ્ટમ (Immune System)ને મજબૂત કરીને ટ્યૂમર પર હુમલો કરે છે. કેન્સર (Cancer)ની આ નવી દવા એક મોટું આશાનું કિરણ બનીને આવી છે.

તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ એક અદ્ભૂત શોધ કરી છે. જાપાની ટ્રી ફ્રોગ (Dryophytes japonicus) નામના દેડકાના આંતરડામાં હાજર બેક્ટેરિયા કેન્સર (Cancer) સામે લડવા માટે ઘણા જ પ્રભાવશાળી સાબિત થયા છે. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં એક વિશેષ બેક્ટેરિયાએ ટ્યૂમરને પૂર્ણ તયા: નાબૂદ કરી દીધું અને એ પણ કોઈ જાતની ગંભીર સાઇડ ઇફેક્ટ (Side Effect) વિના..!

Cancer, કેન્સર, જાપાન, ટ્રી ફ્રોગ, બેક્ટેરિયા

શી રીતે થઈ આ શોધ?

દેડકાં, ગરોળી અને અન્ય એમ્ફિબિયન (Amphibian, ઉભયજીવી) અને રેપ્ટાઇલ (Reptile, સરિસૃપ)માં કેન્સર થવાના ઘણા ઓછા ચાન્સ હોય છે. આ પ્રાણીઓમાં કેન્સર પીડિત ઘણી ઓછી સંખ્યામાં જોવા મળે છે. ‘જાપાન એડવાન્સ્ડ ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ના વૈજ્ઞાનિકોએ એવું વિચારીને સંશોધન શરુ કર્યું કે, આ પ્રાણીઓના આંતરડામાં હાજર મળતા બેક્ટેરિયાને ઉંદરોમાં દાખલ કરીને જોઇએ અને એના શા પરિણામો મળે છે એ જોઇએ.

આ વિચારને અનુસરીને એમણે દેડકા, ન્યૂટ અને ગરોળી (Frog, Newt & Lizard)માંથી કુલ 45 અલગ-અલગ પ્રકારના બેક્ટેરિયા (Bacteria) પસંદ કર્યા. એમાંથી 9 પ્રકારમાં કેન્સર સામે લડવાની સારી ક્ષમતા જણાઇ હતી. આ તમામ પૈકી જાપાની દેડકાના બેક્ટેરિયા ‘Ewingells americana’ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું!

Cancer, કેન્સર, જાપાન, ટ્રી ફ્રોગ, બેક્ટેરિયા

જાપાનના સંશોધન દરમિયાન  કેન્સર (Cancer) પર બેક્ટેરિયાએ શી કમાલ કરી?

કેવળ એક માત્ર ડોઝ આપ્યા બાદ ઉંદરોમાંથી ટ્યૂમર પૂરી રીતે ગાયબ થઇ ગયેલું જણાયું હતું!! 30 દિવસ પછી ફરીથી કેન્સરના સેલ દાખલ કરવામાં આવ્યા તો પણ આગળના એક મહિના સુધી ટ્યુમર બન્યું ન હતું. આ પરિણામો સાનંદાશ્ચર્ય ઉપજાવે એવા છે.

બેક્ટેરિયા બે પ્રકારે કાર્ય કરે છે

1. સીધો જ ટ્યૂમર પર હુમલો

શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે, ટી સેલ, બી સેલ અને ન્યુટ્રોફિલને સક્રિય કરે છે.

ટ્યૂમરમાં ઓક્સિજન ઓછો હોય છે જેથી કીમોથેરાપી (Chemotherapy) દવાઓની અસર પણ ઓછી થાય છે, પરંતુ આ બેક્ટેરિયા આવા ઓછા ઓક્સિજન વાળા વાતાવરણમાં પણ સરસ કામગીરી બજાવે છે.

Cancer, કેન્સર, જાપાન, ટ્રી ફ્રોગ, બેક્ટેરિયા

2. સુરક્ષા અને સરખામણી

ઉંદરોમાં આ બેક્ટેરિયા ઝડપથી લોહીમાંથી ગાયબ થઇ ગયા. હાલમાં કેન્સર (Cancer) માટે ઉપલબ્ધ કીમો મેડીસીન ડૉક્સોરુબિસિનથી પણ વધુ પ્રભાવી સાબિત થયા. લાંબા ગાળાનું કોઇ નુકસાન પણ ન પહોંચ્યુ અને સ્વસ્થ અંગો પર પણ કોઇ અસર ન પડી.

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, આ બેક્ટેરિયા ક્લિનિકલ ટ્રાયલ માટે એક સુરક્ષિત વિકલ્પ બની શકે એમ છે.

આ તો હજુ પ્રારંભ છે

આ સંશોધન હજુ તો કેવળ ઉંદરો પર જ કરવામાં આવ્યું છે. આ મનુષ્યો પર કારગર સિદ્ધ થશે કે કેમ એ માટે હજુ અનેક પરીક્ષણો કરવા અત્યંત જરુરી છે. વૈજ્ઞાનિકો હવે આને અન્ય પ્રકારના કેન્સર પર પણ અજમાવવા માગે છે. અન્ય દવાઓ સાથે મિક્સ કરીને એનું પરીક્ષણ કરવા માગે છે અને કેન્સર (Cancer)ની દવા ખોજવાનો એક બહેતર વિકલ્પ શોધી રહ્યાં છે.

જોખમ શું છે?

અહિં સુરક્ષાનો પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે, Ewingells americana માનવ જાતિમાં ચેપ (Infection) પણ ફેલાવી શકે છે. આથી ક્લિનિકલ ટ્રાયલમાં અત્યંત સાવધાનીથી વર્તવું આવશ્યક છે. હાલમાં બ્લેડર કેન્સરના ઉપચાર માટે એક બેક્ટેરિયા થેરાપી અગાઉથી જ અમલમાં મૂકવામાં આવેલી છે. દેડકા જેવા જીવો ભવિષ્યમાં કેન્સરની નવી દવાઓ માનવજાતિને પ્રદાન કરી શકે છે.

વૈજ્ઞાનિકોના મતે, પ્રકૃતિની જૈવ વિવિધતામાં હજુ અનેક દવાઓ છુપાયેલી છે જે આપણને મદદ કરી શકે છે. આપણે કુદરતને બચાવવી પડશે જેથી નવી-નવી દવાઓનો આવિષ્કાર થતો રહે. આ સંશોધન ‘Gut Microbes’ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. કેન્સરના દર્દીઓ (Cancer Patients)માં આ સંશોધને એક નવી આશાનું કિરણ જગાવ્યું છે!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો: શા કારણથી ભારતના યુવાનોમાં માથા અને ગરદનનું કેન્સર વધી રહ્યું છે? જાણીએ ડૉક્ટર પાસેથી બચાવના ઉપાયો…

આ પણ વાંચો: મોટા આંતરડાના કેન્સરના 7 ખતરનાક સંકેતો, સમયસર કરો પરખ, નહિં તો વધશે જીવનું જોખમ!