Lifestyle/ મોટા આંતરડાના કેન્સરના 7 ખતરનાક સંકેતો, સમયસર કરો પરખ, નહિં તો વધશે જીવનું જોખમ!

અમેરિકાના એક વિખ્યાત ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ દ્વારા, કોલોન કેન્સરથી બચાવ માટે પોષક તત્વોથી ભરપૂર ફળોનું સેવન કરવાની સલાહ તાજેતરમાં આપવામાં આવી છે.

Uncategorized

lifestyle: કોલન કેન્સર સામાન્ય રીતે, મોટા આંતરડાની અંદરના પડમાં નાના-નાના પોલિપ્સ અર્થાત્ પેશીઓની ગાંઠ જેવા સ્વરુપમાં શરુ થાય છે. જો સમયસર એનો ઉપચાર કરવામાં ન આવે તો એ પોલિપ્સ કેન્સરમાં પણ પરિવર્તિત થઇ શકે છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે. કોલોન કેન્સર કે જેને મોટા આંતરડાનું કેન્સર પણ કહેવામાં આવે છે, તેને વર્ષો અગાઉ ફક્ત વયસ્ક વ્યક્તિઓની બીમારી કહેવામાં આવતી હતી પરંતુ ચિંતાજનક બાબત એ છે કે, આ બીમારી હવે યુવાપેઢીમાં પણ ઘણી ઝડપથી વધી રહી છે. તાજેતરની એક માહિતી અનુસાર, 10થી 44 વર્ષ સુધીના લોકોમાં કોલન કેન્સરના કેસોમાં વીતેલા બે દશકોમાં ખતરનાક વૃદ્ધિ થવા પામી છે. અમેરિકન કેન્સર સોસાયટીના આંકડા મુજબ, આ બીમારીથી ગ્રસિત લોકો પૈકી, દર 5 માંથી 1 દર્દીની ઉંમર 55 વર્ષથી ઓછી હોય છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, આ બીમારીને હવે ઉંમર સાથે કશો જ બાધ રહ્યો નથી!!

કોલોન કેન્સરના મુખ્ય કારણોમાં જોઇએ તો, આહારમાં ફાઇબરની ઉણપ, પ્રોસેસ્ડ ફૂડનું વધુપડતું સેવન, લાંબો સમય સુધી બેઠાડું જીવન જીવવું, શારીરિક પ્રવૃત્તિઓની ગેરહાજરી, આનુવંશિક કારણો, ધુમ્રપાન અને દારુનું વધુપડતું સેવન તથા આંતરડાની જૂની સમસ્યાઓ વગેરે તમામ કારણો આના માટે જવાબદાર છે.

કોલોન કેન્સરના સામાન્ય લક્ષણોને શી રીતે પારખવા?

પેટ દર્દ અથવા તો પેટમાં આંટી વળવી.

સંડાસમાં લોહી પડવું.

ઝડપથી વજન ઓછું થવું.

વારંવાર ઝાડા અથવા તો કબજિયાતની ફરિયાદ રહેવી.

દરેક સમયે થાકેલાં રહેવું કે નબળાઇનો અનુભવ થવો.

પેટ ભારે રહેવું કે હંમેશાં ભરેલું હોવાનો અનુભવ કરવો.

કોલોન કેન્સરથી શી રીતે બચવું જોઇએ?

કોલોન કેન્સરથી બચવા માંગો છો તો તમારા આહારમાં ફાઇબર ધરાવતા ખોરાકને સામેલ કરો. ફળો, શાકભાજી અને આખા અનાજનું સેવન કરો તથા માંસ અને ખાસ કરીને, લાલ માંસના સેવનને ટાળવું.

નિયમિતપણે વ્યાયામ કરો. રેગ્યુલર વૉક અને એક્સર્સાઇઝ થી તમારી બૉડી શૅપમાં રહેશે અને એટલું જ નહિં, કોલોન કેન્સરથી પણ રક્ષણ મળશે. ખાસ કરીને, જો કેન્સરની ફેમિલી હિસ્ટ્રી હોય તો સમયાંતરે, મેડિકલ ચેક-અપ કરાવતા રહો.

આહારમાં કેટલાક ફળોને સામેલ કરો

અમેરિકાના પ્રખ્યાત ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટના જણાવ્યાનુસાર, કૉલોન કેન્સરથી બચવા માટે પોષક તત્વોથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઇએ. કેટલાક ફળ કેન્સરથી રક્ષા કરવામાં અસરદાર સાબિત થાય છે. આ કેન્સરથી બચવા માટે ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટે તરબૂચનું સેવન કરવાની સલાહ આપી છે. આ ફળમાં લાઇકોપીન ભરપૂર માત્રામાં હોય છે, જે એક શક્તિશાળી એન્ટિ-ઑક્સિડન્ટ ગણાય છે. આ ફળ કોશિકાઓને નુકસાનથી બચાવે છે, શરીરને હાઇડ્રેટેડ રાખે છે તથા પાચનને સુધારે છે.

કોલન કેન્સરથી રક્ષણ મેળવવા માટે તમારે સફરજનનું સેવન કરવું જોઇએ. સફરજનમાં રહેલા ફાઇબર પાચનતંત્ર માટે ફાયદાકારક હોય છે અને એનું વધુ માત્રામાં સેવન કરવાથી કેન્સરનું જોખમ 25% સુધી ઓછું થઇ શકે છે. સફરજનમાં મળનારા પૉલીફેનોલ્સ એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર હોય છે.

 

કીવીનું સેવન કરવાથી પણ કોલન કેન્સરનું જોખમ ઓછું થાય છે. વિટામિન સીથી ભરપૂર કીવી ખાવાથી કોલન કેન્સરનું જોખમ 13% સુધી ઓછું થાય છે. ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત એવા કીવી પાચનમાં પણ મદદ કરે છે. કીવીમાં વિટામિન C પણ ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને હૃદયના રોગોથી આપણુ રક્ષણ કરે છે. સંતરા, દ્રાક્ષ અને લીંબુ જેવા ખાટા ફળોનું સેવન કરવાથી કોલન કેન્સરનું જોખમ 9% સુધી ઓછું થઇ શકે છે. તમારે આ ફળોને પોતાના આહારમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.

ફાઇબરયુક્ત આહાર, તરબૂચ, સફરજન, કીવી, વ્યાયામ, Fiber Diet, Watermelon, Apples, Kiwi, Healthy Lifestyle, Medical Checkup

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો:ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!