Lifestyle News/ ગરમ તેલ, વરાળ કે અગનઝાળથી દાઝવા પર શું કરવું? અપનાવો આ ઘરગથ્થું નુસખા, તરત જ મળશે રાહત

કેટલીયે વાર, ઘરના કામ કરતી દાઝવાથી થતી બળતરાને ઓછી કરવા માટે અને ફોડલાં ન પડે એ માટે, તમારે તરત જ આ ઉપાયો કરવા જોઇએ.

Trending Fashion & Beauty Health & Fitness Lifestyle

ઘણી વાર રસોડામાં કામ કરતી વખતે ગરમ તેલ, વરાળ, આગની ઝાળથી અથવા તો કોઈ ગરમ વાસણને ભૂલથી અડી જવાથી આપણો હાથ દાઝી જાય છે. આ બળતરાની પીડા અત્યંત અસહનીય લાગે છે! આવા સંજોગોમાં લોકોને સમજ નથી પડતી કે, દાઝ્યાં પછી તરત શું કરવું જોઇએ અથવા તો એ દાઝેલા ભાગ પર શું લગાવવું જોઇએ? કેટલીક વાર, નાના-મોટા તેલના છાંટાથી દાઝેલી ચામડી તો આપમેળે જ ઠીક થઇ જાય છે, પરંતુ અમુક વાર હાથ વધુપડતો દાઝી જાય છે. આવા સમયે, તરત જ તમારે કેટલાક ઘરગથ્થું નુસખા અજમાવવા જોઇએ. જો તમને વધારેપડતાં ફોડલાં પડયાં હોય અથવા તો ચામડી છેક અંદરના પડ સુધી દાઝી ગઇ હોય તો, સત્વરે ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ. ચાલો જાણીએ, આ વિશે તબીબની સલાહ શું છે?

દાઝ્યાં પછી સૌથી પહેલા શું કરશો?

ડૉક્ટરના જણાવ્યાનુસાર, જો તમારો હાથ અથવા શરીરનો કોઈ પણ ભાગ દાઝી જાય તો, સૌપ્રથમ એને ઠંડા પાણીથી સાફ કરો. જો તમે વધારે દાઝ્યાં ના હો તો, પ્રાથમિક ઉપચારથી પણ કામ થઇ જશે. દાઝવાથી પ્રભાવિત થયેલા ભાગ ઉપર સોફ્રામાયસિન, લિગ્નોકેઇન તથા સલ્ફાસાલાઝિન ટયુબને મિક્સ કરીને લગાવો. જો આ બધું હાથવગું ના હોય તો, તાત્કાલિક ધોરણે તમે ટૂથપેસ્ટ પણ લગાવી શકો છો. વધુપડતાં દાઝવા પર તબીબનો સંપર્ક સાધવો.

દાઝી જવા પર અજમાવો આ દેશી ઉપાય

એલોવેરા જૅલ

જો તમે દાઝવાની પીડાને ઓછી કરવા માગતા હો અને ઘા ન પડે એવું ઈચ્છતા હો તો, પ્રભાવિત થયેલા ભાગ ઉપર એલોવેરા જૅલ લગાવી શકો છો. એને લગાડવાથી ફોડલાં પડતા નથી.

દાઝેલા ભાગ પર તરત લગાવો આ વસ્તુઓ

દાઝ્યાં બાદ પડતાં ફોડલાંથી બચવા માટે તમે છૂંદેલું કેળું, નારિયેળનું તેલ અથવા તો પછી બટાટાનો રસ કાઢીને લગાવી શકો છો. એનાથી દાઝેલા ભાગનો સોજો ઓછો કરવામાં તમને મદદ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો:ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!