Lifestyle News/ મહિલાઓ માટે સરકારી ભેટ: ‘ઉદ્યોગિની યોજના’ હેઠળ કોઈપણ ગેરંટી વગર મળશે 3 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની આસાન રીત

કેન્દ્ર સરકારની ‘ઉદ્યોગિની યોજના’ હેઠળ મહિલાઓને પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે વગર ગેરંટીએ ₹૩ લાખ સુધીની લોન (Women will receive assistance) અને 50 % સુધીની સબસિડી મળી રહી છે. જાણો અરજી કરવાની સરળ રીત.

Trending Lifestyle
Women will receive assistance Worth 3 lakhs

Lifestyle News : મહિલાઓને આર્થિક રીતે સશક્ત, આત્મનિર્ભર અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઉદ્યોગિની યોજના’ ચલાવવામાં (Women will receive assistance)આવી રહી છે. આ ખાસ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા તો ચાલુ બિઝનેસને આગળ ધપાવવા માટે નાણાકીય બળ પૂરું પાડવાનો છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે મહિલાઓએ કોઈપણ મિલકત ગીરો મૂક્યા વગર કે ગેરંટર વગર 3 લાખ સુધીની રકમની લોન સરળતાથી મળી શકે છે.

Women will receive assistance  : નાના ઉદ્યોગો શરૂ કરવા માંગતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ યોજના

સિલાઈ કામ, હોમમેડ ફૂડ પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, બ્યુટી પાર્લર કે નાની ગ્રોસરી શોપ જેવા સ્વરોજગાર (Self-employment)શરૂ કરવા ઈચ્છતી મહિલાઓ માટે આ યોજના અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.યોજના હેઠળ મહત્તમ 3 લાખ સુધીનું ધિરાણ પૂરું પાડવામાં આવે છે. સામાન્ય વર્ગની મહિલાઓને આ લોન પર 30 % સુધીની સરકારી સબસિડીનો લાભ મળે છે.

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગની મહિલાઓ માટે સબસિડીનું પ્રમાણ 50 % સુધી આપવામાં આવે છે. આ સિવાય વિધવા, દિવ્યાંગ તેમજ નિરાધાર મહિલાઓને વ્યાજદરમાં ખાસ છૂટછાટ આપવામાં આવે છે.

WOMEN

કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ? (પાત્રતા અને શરતો)

આ સરકારી યોજનામાં અરજી કરવા માટે અમુક ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે

અરજદાર મહિલાની ઉંમર 18 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પરિવારની વાર્ષિક આવક 1.50 લાખથી વધુ ન હોવી જોઈએ.અરજદારનો અગાઉનો બેંકિંગ ક્રેડિટ રેકોર્ડ ચોખ્ખો અને સારો હોવો જરૂરી છે.

જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની સરળ પદ્ધતિ

યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે પોતાનું માન્ય ઓળખપત્ર, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને પોતાના વ્યવસાયનો એક નાનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.અરજી કરવા માટે મહિલાઓ પોતાની નજીકની સરકારી બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક (RRB) અથવા સહકારી બેંકનો સીધો સંપર્ક કરીને ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમ જેવા કે ‘માયસ્કીમ’ (myScheme) પોર્ટલ અથવા ‘ઉમંગ’ (UMANG) એપ દ્વારા પણ આ યોજના અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવી શકાય છે.


આ પણ વાંચો :આજે છે 13 ઓગસ્ટ …વિશ્વ અંગદાન દિવસ, જાણો આ વર્ષની થીમ, ઇતિહાસ અને મહત્વ

આ પણ વાંચો :છેતરાઈ ન જતાં! ઓનલાઈન શોપિંગ કરતી વખતે રિવ્યૂ જોઈને પ્રોડક્ટ ખરીદતાં પહેલાં આ 4 વાતોનું ખાસ રાખજો ધ્યાન

આ પણ વાંચો :આજે 15 ઓગસ્ટ …દેશનો 80મો સ્વાતંત્ર્ય દિવસ, જાણો આ વર્ષની થીમ, ઇતિહાસ અને મહત્વ