Lifestyle News :આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ (online shopping)કરતી વખતે મોટાભાગના લોકો કોઈ પ્રોડક્ટનું રેટિંગ અને ગ્રાહકોના રિવ્યૂ જોઈને તેને ખરીદવાનો નિર્ણય લેતા હોય છે. પરંતુ દરેક 4 કે 5 સ્ટાર રિવ્યૂ સાચા જ હોય તે જરૂરી નથી. આજકાલ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર નકલી (Fake) અને ભ્રામક રિવ્યૂ (Misleading review)ખરીદીને હલકી કક્ષાની પ્રોડક્ટ્સને પણ શ્રેષ્ઠ દર્શાવવામાં આવે છે.
ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડીથી બચવા અને સાચા ગ્રાહક અનુભવને ઓળખવા માટે એક જાગૃત ગ્રાહક (Consumer Awareness )તરીકે તમારે આટલી સાવચેતીઓ રાખવી અનિવાર્ય છે.
online shopping : રિવ્યૂની ભાષા અને એક સરખી પેટર્ન
રિવ્યૂ વાંચતી વખતે તેની ભાષા પર ખાસ ધ્યાન આપો. જો ઘણા યુઝર્સે એક સરખા જ શબ્દોમાં વખાણ કર્યા હોય અથવા માત્ર ‘Awesome Product’, ‘Best Product’ જેવી સામાન્ય લાઈનો લખી હોય, તો તે નકલી હોઈ શકે છે. જે ગ્રાહકે ખરેખર પ્રોડક્ટ વાપરી હશે, તેના રિવ્યૂમાં પ્રોડક્ટના ઉપયોગનો વાસ્તવિક અનુભવ, તેની ખાસિયતો અને ખામીઓ વર્ણવેલી જોવા મળશે.

સમયગાળો અને લો-રેટિંગ વાળા રિવ્યૂ ચકાસો
જો કોઈ નવી કે અજાણી પ્રોડક્ટ પર ખૂબ જ ટૂંકા સમયમાં અચાનક મોટી સંખ્યામાં પોઝિટિવ રિવ્યૂ આવી ગયા હોય, તો તે એક ચેતવણીનો સંકેત છે. માત્ર સારા રિવ્યૂ જ વાંચવાના બદલે 1, 2 અને 3 સ્ટાર વાળા રિવ્યૂ પણ ચોક્કસ વાંચો. તેનાથી તમને પ્રોડક્ટની અસલી ક્વોલિટી, ડિલિવરી કે ઉપયોગ સાથે જોડાયેલી વાસ્તવિક ખામીઓ વિશે ખબર પડશે.
ફોટો-વીડિયો રિવ્યૂ અને ક્રોસ પ્લેટફોર્મ ચેકિંગ
ફોટો અને વીડિયો રિવ્યૂ પણ ઉપયોગી હોય છે, પરંતુ તેને પણ આંખ બંધ કરીને સાચા ન માની લો. ધ્યાનથી જુઓ કે ગ્રાહકે વાસ્તવિક ઉપયોગ પછી ફોટો મૂક્યો છે કે પછી તે કંપનીના પ્રોમોશનલ ફોટો જેવો લાગે છે. આ સિવાય એ જ પ્રોડક્ટને અન્ય શોપિંગ સાઈટ્સ કે સોશિયલ મીડિયા પર સર્ચ કરીને તેની ફરિયાદો કે રિવ્યૂ ક્રોસ-ચેક કરો.
માત્ર રિવ્યૂ પર નિર્ભર ન રહો; આ વિગતો પણ તપાસો
માત્ર રિવ્યૂના આધારે જ ખરીદી ન કરવી. પ્રોડક્ટ સ્પેસિફિકેશન, કિંમત, સેલર (વિક્રેતા) ની પ્રોફાઈલ, વોરંટી તેમજ રિટર્ન અને રિફંડ પોલિસી પણ ચોક્કસ વાંચો. જો પ્રોડક્ટ અસામાન્ય રીતે ખૂબ સસ્તી મળતી હોય અને તેના વખાણ અતિશય વધારે હોય, તો સાવચેત થઈ જવું.
આ પણ વાંચો :UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ પર અમેરિકાના દબાણમાં ભારત? GTRIએ સરકારને આપી કડક ચેતવણી
આ પણ વાંચો :TRAIની નવી MyCall એપ લોન્ચ: હવે કોલ પૂરો થતાં જ આપો રિયલ-ટાઇમ ફીડબેક, નેટવર્ક સુધારવામાં મળશે મદદ
આ પણ વાંચો :ભારતમાં વૉટ્સએપ એકાઉન્ટ અચાનક બ્લોક; જાણો કંપનીએ શું આપી સ્પષ્ટતા
