National News/ ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, 224 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ

કોલકાતાથી ચેન્નઈ આવી રહેલી Indigo Flight નું એન્જિન ફેલ થતા એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમામ 224 મુસાફરો સુરક્ષિત છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Indigo Flight

Chennai Airport Indigo Flight Emergency Landing News:  કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મંગળવારે મોડી રાત્રે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ચેન્નાઈ એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, ફ્લાઈટના લેફ્ટ એટલે કે ડાબા એન્જિનમાં લેન્ડિંગ પહેલાં જ ખામી સર્જાઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને તેની જાણ કરી હતી.

Indigo Flightમાં 224 લોકો હતા સવાર

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે AAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ(Indigo Flight) 6E-723માં કુલ 224 લોકો સવાર હતા. આ ફ્લાઈટને 11 ઓગસ્ટની રાત્રે લગભગ 11:30 વાગ્યે ચેન્નાઈ પહોંચવાનું હતું. જોકે, લેન્ડિંગની તૈયારી દરમિયાન પાયલોટને ડાબા એન્જિનમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું.

રનવે પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી ફ્લાઈટ

એન્જિનમાં ખામીની જાણ થતાં ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરવામાં આવી હતી. એરપોર્ટ તંત્ર દ્વારા વિમાનની સુરક્ષિત લેન્ડિંગ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્લાઈટે રાત્રે 11:37 વાગ્યે રનવે 25 પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું. સૌથી રાહતની વાત એ રહી કે વિમાનમાં સવાર તમામ 224 લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

11:47 વાગ્યે ઈમરજન્સી હટાવવામાં આવી

વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ એરપોર્ટ પર જાહેર કરવામાં આવેલી ફુલ ઈમરજન્સી રાત્રે 11:47 વાગ્યે હટાવી લેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાની વચ્ચે ચેન્નાઈ એરપોર્ટની અન્ય કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી. ફ્લાઈટમાં(Indigo Flight) એન્જિનની ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી શકે છે. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મુસાફરો અને એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પણ વાચો:અમદાવાદ એરપોર્ટ પર ટળ્યો મોટો અકસ્માત! એર ઈન્ડિયાનું વિમાન ઇન્ડિગોની ફ્લાઇટ સામે આવી ગયું

આ પણ વાચો:ઇન્ડિગોની સુરત-દુબઈ ડાયરેક્ટ ફ્લાઈટ ઓક્ટોબર સુધી સ્થગિત, વેપારીઓ પરેશાન

આ પણ વાચો:અમદાવાદથી રાંચી જતી ઇન્ડિગો ફ્લાઈટમાં યુવકનું મોત, જબલપુરમાં કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ