Gujarat Monsoon Rain Forecast Updates: ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, રાજ્યમાં હાલમાં એક અત્યંત શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને મોસમી ટ્રફ સંયુક્ત રીતે સક્રિય થયા છે. આ સિસ્ટમની મજબૂત અસરના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી તોફાની વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે, તેમજ આગામી 2 થી 3 દિવસમાં વરસાદનું(Rain) જોર હજુ વધુ વધશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ માટે ભારે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની (Rain)આશંકા છે. આ ઉપરાંત જૂનાગઢ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને છોટાઉદેપુરમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠામાં પણ આકાશ વાદળછાયું રહેશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.
માછીમારો માટે કડક ચેતવણી અને વહીવટી એલર્ટ(Rain)
હવામાન વિભાગે દરિયાકાંઠાના(Rain) વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદી માહોલ રહેશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ગાજવીજ વખતે વીજળીના થાંભલા કે નબળા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અંબાલાલ પટેલની મોટી આગાહી! 29 જૂનથી 7 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
આ પણ વાંચો:Ambalal Patel Vs વિજ્ઞાન જાથા: આગાહીને લઈને વિવાદ ગરમાયો, જયંત પંડ્યાએ ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો:15 જૂન બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, Ambalal Patelએ કરી મોટી આગાહી
