Gujarat Weather Update/ અંબાલાલ પટેલની મોટી આગાહી! 29 જૂનથી 7 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ગુજરાતમાં ફરી મેઘમહેર, Ambalal Patelએ ભારે વરસાદની કરી આગાહી

Gujarat Weather Update : ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતાઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Ambalal Patelની મોટી આગાહી

અંબાલાલ પટેલ (Ambalal Patel)ના જણાવ્યા અનુસાર 28 અને 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે.

મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 23 જૂનથી ચોમાસાની ગતિમાં વધારો નોંધાયો છે અને મહારાષ્ટ્રના મુંબઈ સહિતના વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. તેમજ તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી જુલાઈના પ્રથમ સપ્તાહમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, મોનસૂનની ગતિ ધીમી હોવાથી સમગ્ર રાજ્યને આવરી લેવામાં થોડો સમય લાગી શકે છે. આ દરમિયાન પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાતો ખેડૂતો અને નાગરિકોને હવામાનના બદલાતા માહોલને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતાં વરસાદની માત્રામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.


આ પણ વાંચો:Ambalal Patelના સમર્થનમાં ધારાસભ્યો અને આગેવાનો, કહ્યું- હવે મારી જવાબદારી વધી ગઈ

આ પણ વાંચો:Ambalal Patel Vs વિજ્ઞાન જાથા: હવામાન આગાહીને લઈને વિવાદ ગરમાયો, જયંત પંડ્યાએ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો:15 જૂન બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, Ambalal Patelએ કરી મોટી આગાહી