Valod News/ વાલોડમાં ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થિનીએ વિદ્યાર્થિની પર ચપ્પુથી હુમલો કર્યો, હાથમાં 20 ટાંકા આવ્યા

વાલોડ તાલુકામાં એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને એકાંતમાં બોલાવી ચપ્પુ વડે હુમલો (School Girl Attack) કર્યો. હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરીના હાથમાં લગભગ 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.

Top Stories Gujarat Others Breaking News
School Girl Attack:વાત કરવાના બહાને બોલાવી વિદ્યાર્થીની પર કર્યો હુમલો

Valod News: વાલોડ તાલુકામાં શાળાકીય વાતાવરણને હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિની પર ચપ્પુ વડે હુમલો (School Girl Attack) કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં 13 વર્ષીય વિદ્યાર્થિનીના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર દરમિયાન આશરે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની ધોરણ-9માં અભ્યાસ કરે છે અને છેલ્લા નવ મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી હતી. ઘટના દિવસે આરોપી વિદ્યાર્થિનીએ તેને કોઈ મહત્વની વાત કરવાના બહાને એકાંત સ્થળે બોલાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે કોઈ મુદ્દે તકરાર સર્જાઈ હતી.

School Girl Attack:પોલીસે કરી અટકાયત

તકરાર દરમિયાન આરોપી વિદ્યાર્થિનીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીના હાથ પર હુમલો (School Girl Attack)  કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી વિદ્યાર્થિની ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ શાળા સંચાલન અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીનીના હાથમાં ઊંડા ઘા પડ્યા હતા. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેના હાથમાં અંદાજે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હાલ વિદ્યાર્થીનીની તબિયત સ્થિર હોવાનું અને તે તબીબી દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હુમલો (School Girl Attack) કરનાર વિદ્યાર્થિનીની અટકાયત કરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

આ ઘટનાએ વાલોડ સહિત સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ વચ્ચે બનેલી આ હિંસક ઘટનાને લઈને વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે. પોલીસ તેમજ શાળા સંચાલન દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:વડોદરામાં વિદ્યાર્થિનીએ પ્રેમ સંબંધ છુપાવવા ઘડ્યું હુમલાનું નાટક

આ પણ વાંચો:ભુજ વિદ્યાર્થિનીની હત્યા કેસ : બેને આજીવન કેદ

આ પણ વાંચો:મુબઈમાં બંદૂકની અણીએ મહિલા ઉદ્યોગપતિના કપડા ઉતાર્યા, ફાર્મા કંપનીના બોસ પર ગંભીર આક્ષેપ કર્યા