Crime/ ગૃહકલેશમાં ગૃહિણીએ જીવ ગુમાવ્યો, પતિએ કરી પત્નીની હત્યા

આ ગંભીર કૃત્ય આચર્યા બાદ પ્રેમજીએ તેના મોટા પુત્ર બાબુને ફોન કરી કહ્યું કે મેં તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે.

Top Stories Gujarat

Rajkot News : રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લામાં પતિના હાથે પત્નીની હત્યા કરાઈ હતી. ઘરના કલેશથી કંટાળીને પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિએ બોથડ પદાર્થથી માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ પતિએ પુત્રને ફોન કરીને કહ્યું કે, મેં તારી માતાને મારી નાંખી છે.

શું છે સમગ્ર ઘટના

રાજકોટમાં સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગર વિસ્તારમાં રહેતી કમળાબેન (ઉ.વ. 55)ની તેના જ પતિ પ્રેમજી ગોવિંદ પરમારે ગૃહકલેશને કારણે કોઈ બોથડ પદાર્થથી ઘા ઝીંકી હત્યા કરી હતી. જોકે, હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના કમળાબેન છેલ્લા 6 વર્ષથી પરિવાર સાથે શાપર રહેતાં હતા. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે અને સંતાનમાં તેમને ત્રણ પુત્રો છે. કમળાબેન અને તેના પતિ પ્રેમજી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેને કારણે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં  ઉશ્કેરાઈ જઈ પ્રેમજીએ ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાંખી હતી.

આ ગંભીર કૃત્ય આચર્યા બાદ પ્રેમજીએ તેના મોટા પુત્ર બાબુને ફોન કરી કહ્યું કે મેં તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે. આ વાત સાંભળી ચોંકી ગયેલા બાબુએ તત્કાળ તેના બે નાના ભાઈઓને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા. તે વખતે મકાનને તાળુ માર્યું હતું.

તાળું તોડીને જોતાં તેમની માતા કમળાબેન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી તત્કાળ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

જ્યાં ફરજ પર હાજર તબીબે તેમની માતાને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે આરોપી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી હતી. આરોપીએ પુત્રને ફોન કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી નાંખ્યો હતો.


આ પણ વાંચો:Stock Market/શેરબજારની આજે ધમાકેદાર શરૂઆત થઈ, સેન્સેક્સ 72,148 અને નિફ્ટી 21,773 ના સ્તર પર ખુલ્યો

આ પણ વાંચો:Union Budget/2024નું બજેટ કેવું રહેશે? મહિલાઓ, યુવાનો માટે સરકાર શું નવી નીતિ લાવશે…

આ પણ વાંચો:salary increment/આ વખતે તમને મળશે બમ્પર ઇન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં સૌથી વધુ વધશે સેલરી