US strikes Iran: મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા (America) સૈન્યના યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યાની પુષ્ટિ કરી છે.
અમેરિકા (America) નો દાવો: યુદ્ધવિરામનો થયો ભંગ
અમેરિકાના જણાવ્યા મુજબ, ઈરાને હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજો અને તેલના ટેન્કરોને નિશાન બનાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાનો દાવો છે કે ઈરાને અગાઉ થયેલા યુદ્ધવિરામનો ભંગ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગની સુરક્ષાને જોખમમાં મૂકી છે.
U.S. Central Command forces have begun launching a series of powerful strikes against Iran to impose heavy costs for targeting and attacking commercial shipping crewed by innocent civilians in an international waterway. The U.S. strikes are in response to Iranian attacks on three…
— U.S. Central Command (@CENTCOM) July 7, 2026
એર ડિફેન્સ અને મિસાઇલ સિસ્ટમ બની નિશાન
અમેરિકી રક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કિનારાકાંઠાની નજર રાખતી વ્યવસ્થા, સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમ, એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન લોન્ચ પેડ જેવા મહત્વના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. દક્ષિણ ઈરાનના સિરિક અને બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અહેવાલ સામે આવ્યા છે.
ઈરાનની અમેરિકાને કડક ચેતવણી
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને અમેરિકાની કાર્યવાહીને કરારનો ભંગ ગણાવી છે. ઈરાને ચેતવણી આપી છે કે દેશના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
વૈશ્વિક સ્તરે વધતી ચિંતા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા આ તણાવને કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં સુરક્ષા સ્થિતિ પર વૈશ્વિક નજર છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઑ
