World News / મધ્ય પૂર્વ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ (Donald Trump) ઈરાનને અત્યાર સુધીની સૌથી ગંભીર અને આકરી ધમકી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન પોતાની હરકતોથી સુધરશે નહીં, તો તેનું અસ્તિત્વ જ મટી જશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા આ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે.
‘અમે વધુ સંયમ નહીં રાખીએ’ – ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, “લાગે છે કે ઈરાન (Iran)ક્યારેય સુધરશે નહીં, પરંતુ અમે હવે વધુ સંયમ રાખી શકીશું નહીં. એક સમય એવો પણ આવી શકે છે જ્યારે અમારે તે સૈન્ય અભિયાનને પૂર્ણ કરવું પડશે, જેની શરૂઆત અમે ખૂબ જ સફળતાપૂર્વક કરી હતી. જો આવું થયું તો ઈરાનનું અસ્તિત્વ જ નહીં રહે.”
હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકા દ્વારા હુમલા
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકી નૌકાદળે (US Navy) ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ તમામ હુમલા વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાની સૈન્ય મથકો પર કરવામાં આવ્યા હતા. અમેરિકાએ આ કાર્યવાહી ‘એમ/ટી કિકુ’ નામના તેલ ટેન્કર પર થયેલા ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં એક્શન ટેકન તરીકે કરી છે, જેનો વીડિયો પણ સેન્ટકોમ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ઈરાનનો પલટવાર: બહેરીન અને કુવૈત પર મિસાઈલ મારો
અમેરિકી હુમલાની સામે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ પણ વળતો દાવો કર્યો છે. ઈરાન સૈન્યના જણાવ્યા મુજબ, તેમણે કુવૈતમાં આવેલા ‘અલી અલ સલેમ એર બેઝ’ અને બહેરીનમાં તૈનાત અમેરિકી નૌકાદળના ‘ફિફ્થ ફ્લીટ બેઝ’ ને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ મિસાઈલ અને આત્મઘાતી ડ્રોન હુમલા કર્યા છે.
આ બંને મહાસત્તાઓ વચ્ચે સામસામે થઈ રહેલા સૈન્ય હુમલા અને આકરા નિવેદનોને કારણે વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વયુદ્ધ જેવો ભય પેદા થઈ રહ્યો છે અને ક્રૂડ ઓઈલના બજાર પર પણ આની ગંભીર અસરો પડવાની આશંકા છે.
US vs Iran, Donald Trump, Middle East Crisis, World News, Military Action
આ પણ વાંચો: ઈરાન સાથેનો સોદો અંતિમ નથી, જરૂર પડશે તો ફરી લશ્કરી કાર્યવાહી કરાશે: ટ્રમ્પ
આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં આરપારની લડાઈ; ઈરાનનો અમેરિકાના 8 સૈન્ય મથકો પર મિસાઈલ હુમલો
આ પણ વાંચો: અમેરિકાએ સીરિયામાં ડ્રોનથી હુમલો કરતા ઇસ્લામિક સ્ટેટના પ્રમુખ આંતકવાદીનું મોત
