Vadodara News: વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં રામરાજ હોટલ પાસે વહેલી સવારે થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે જૂની દુશ્મનાવટને કારણે ચાર રાઉન્ડ ગોળીબાર થયો હતો. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
જૂની દુશ્મનાવટના લીધે ચાર રાઉન્ડ ગોળીબાર
જાણકાર સૂત્રો મુજબ કુંભારવાડા વિસ્તારમાં રામરાજ હોટલની નીચે ઢાળ પર સવારે લગભગ 3:30 વાગ્યે ગોળીબાર થયો હતો.આરોપી સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીઓએ જૂની દુશ્મનાવટને કારણે ફરિયાદી સાજિદ નજીબુદ્દીન શેખ પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આનાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
ચાર આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા
ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડીસીપી એન્ડ્રુ મેકઇવાનના જણાવ્યા અનુસાર, પોલીસે તાત્કાલિક ચારેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા, કેસ નોંધ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. પાંડવે જણાવ્યું હતું કે આરોપી અને ફરિયાદી વચ્ચે અગાઉ થયેલા ઝઘડાને કારણે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ફરિયાદના આધારે, વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલા કુટુંબીઓ પર ગોળીબાર, એકને ઇજા
આ પણ વાંચો: ગાંધીનગરમાં હત્યા કેસના બે આરોપીને આજીવન કેદની સજા, મૃતકની પત્નીના પ્રેમી અને તેના સાથીએ ફાયરિંગ કર્યું હતું
આ પણ વાંચો: મહેસાણામાં ફટાકડા ફોડવાને કારણે છ રાઉન્ડ ફાયરિંગ, એક વૃદ્ધનું મોત
