Ahmedabad News/ Live: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના:પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર નિતીન પટેલનું નિવેદન આવ્યું સામે

PM ની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ પ્લેન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં 265 ના મોત થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. PM મોદી આજે 8.30 વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. પ્લેન દુર્ઘટનાની તપાસ તેજ કરવામાં આવી છે.

Live: ગુજરાત ATSને Black Boxનું DVR મળી આવ્યું છે. હજું એક બ્લેક બોક્સની શોધ કરવામાં આવી રહી છે. વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ તે બ્લેક બોક્સનાં ડેટા પરથી જાણી શકાશે. ગુજસેલમાં વડાપ્રધાન મોદી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છેેેેેે.

નિતીન પટેલનું નિવેદન

પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર નિતીન પટેલનું નિવેદન આવ્યું સામે કહ્યું ‘વિજયભાઈના આઘાતજનક સમાચારથી મન માનતું નથી’
‘કોરોના કાળમાં મારી સાથે નાગરિકોની ચિંતા કરતા હતા’ અને  ‘CM પદ ના હોવા છતાં લોકપ્રશ્નોને વાચા આપવા પ્રયત્નશીલ રહેતા’.
‘વિજય રૂપાણી ખરા અર્થમાં સંવેદનશીલ મુખ્યમંત્રી હતા’.’મોવડી મંડળની રજા લઈને લંડન પ્રવાસે નીકળ્યા હતા’.’મૃદુ અને મક્કમ વિજયભાઈ નિર્ણય લેવામાં મક્કમ રહ્યા છે’.
<

p style=”text-align: justify;”>

પીએમ મોદીએ આજે ​​સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા.

પીએમ મોદીએ વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું, “વિજયભાઈ રૂપાણીજીના પરિવારને મળ્યા. એ અકલ્પનીય છે કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી. હું તેમને દાયકાઓથી ઓળખું છું. અમે ખભે ખભો મિલાવીને કામ કર્યું, જેમાં સૌથી પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે. વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતા, પક્ષની વિચારધારા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ હતા. પદ પર ઉભરતા, તેમણે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખંતપૂર્વક કામ કર્યું.”
<

p style=”text-align: justify;”>

સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પૂર્વ નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંજલી બેનને સાંત્વના આપવા પહોંચ્યા છે.  અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફોરેન્સિક લેબનાં કર્મીઓ દ્વારા DNA તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને લઇ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ છે. ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે 2 મિનિટનું મૌન પાળ્યું છે.

અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની પડખે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે ઊભો રહ્યો છે. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક “સ્વ” નહિં “સમસ્તિ” માટે સેવારત છે, તમામ લોકો એકજૂટ થઈને એક એક જીવ બચાવવા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી IGB ગ્રાઉન્ડ પહોંચી વિમાન દુર્ઘટનાસ્થળે મુલાકાત લીધી છે. હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સાથે ઘટનાનો તાગ મેળવી રહ્યાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

વિપક્ષનેતા અમિત ચાવડાએ હોસ્પિટલમાં મુલાકાત લીધી છે. ઘાયલોના સિવિલ હોસ્પિટલમાં ખબરઅંતર જાણ્યા છે. મૃતકોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી છે.

PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. થોડીવારમાં સિવિલ હોસ્પિટલ પહોંચી દર્દીઓ અને તેમના પરિવારની મુલાકાત લેશે. CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ ડોમેસ્ટિક ટર્મિનલ પહોંચ્યા છે. પૂર્વ CM વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી ગાંધીનગર નિવાસસ્થાન પહોંચ્યા છે. પ્લેન ક્રેશ થતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતું.

તપાસ માટે રાજ્ય સરકારે વિશેષ કમિટી બનાવી છે. કમિટીના અધિકારી IAS નીતિન સાંગવાનનું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી 140થી વધુના DNA લેવાયા છે, આખી રાત DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રહી હતી. તમામ DNA સેમ્પલના રિપોર્ટ 72 કલાક બાદ આવશે. રિપોર્ટ બાદ અમે પરિવારોને બોડી સુપરત કરીશું.

સિવિલ હોસ્પિટલ તંત્ર DNA રિપોર્ટ કરી લોકોની ઓળખ કરી મૃતદેહો પરિવારને પરત કરશે. વિજય રૂપાણીની બહેનોએ DNA માટે સેમ્પલ આપ્યું છે. હાલ મેડિકલના 10 વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે. કાટમાળમાં 10 મેડિકલ વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઈ રહી છે. પાયલોટ, કો-પાયલોટના મૃતદેહની ઓળખ થઈ છે. પ્લેનના એક ક્રુ મેમ્બરના મૃતદેહની ઓળખ થઈ છે. PM ની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ