Ahmedabad News: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાના પગલે સીએમ ભુપેન્દ્ર પટેલ મારતા પ્લેને સુરતથી અમદાવાદ આવ્યા હતા અને પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ તરત જ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. અમદાવાદ એરપોર્ટ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે ઘટનાસ્થળે પહોંચીને તરત જ સૂત્રો તેમના હાથમાં લઈને સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપવાનો પ્રારંભ કર્યો છે. બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં છે. અમદાવાદ આવવા માટે ડીજીસીએની ટીમ નીકળી ગઈ છે. એરપોર્ટ તરફના બધા જ રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પ્લેન અમદાવાદથી લંડન જતું હતું અને પ્લેન ટેક-ઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. ફ્લાઇટમાં કુલ 242 મુસાફરો હતા. પ્લેનમાં 16 ફ્લાઇટ ક્રુ અને ચાર કેપ્ટન હતા. આ પ્લેનમાં રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી હોવાનું માનવામાં આવે છે. મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ જવા રવાના થયા છે. અમદાવાદમાં સરકીટ હાઉસ ખાતે ભીડ જામવા માંડી છે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાને આપી રૂ. ૫૫૭ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
