Bihar News : ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી ખરાબ છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કાટમાળને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાળ ગંગા લંગસી ટનલ પર પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.જ્યારે આસામમાં બ્રહ્મપુત્રા અને એની ઉપનદીઓનો જળસ્તર ભયજનક સ્તરથી નીચે આવી ગયો છે.
રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને લગભગ 17 લાખ થઈ ગઈ છે. જોકે મંગળવારે 7 લોકોનાં મોત થયાં હતાં. પૂર અને વરસાદમાં અત્યારસુધીમાં 92 લોકોએ જીવ ગુમાવ્યા છે.બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓમાં પૂર આવ્યું છે, જેના કારણે ગોપાલગંજ, બેતિયા અને બગહામાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વીજળી પડવાથી 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.સોમવારે ભારે વરસાદ બાદ મંગળવારે મુંબઈમાં વરસાદથી રાહત મળી હતી.
હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને કારણે મંગળવારે મુંબઈની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી, જોકે શહેરમાં વરસાદ પડ્યો નહોતો. શહેર અને ઉપનગરોમાં ક્યાંય પણ પાણીનો ભરાવો કે ટ્રાફિકજામ થયો નહોતો.હવામાન વિભાગે આજે 3 રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો:કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળીઃ 15 જુલાઈ સુનાવણી હાથ ધરાશે
આ પણ વાંચો:કોર્ટના આદેશ છતાં પતંજલિએ વેચી આ પ્રોડક્ટ, બોમ્બે હાઈકોર્ટે ફટકાર્યો 50 લાખનો દંડ
આ પણ વાંચો:ચટણીમાં તરતો ઉંદર જોઈ યુનિવર્સિટીની હોસ્ટેલ પર સવાલો ઉઠ્યા સવાલો
