Rajkot News/ રાજકોટમાં બેફામ રિક્ષાનો આતંક, રિક્ષાની ટક્કરથી વૃદ્ધા હવામાં ફંગોળાયા, CCTVમાં કેદ

Auto Rickshaw Accident: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોક પાસે બેફામ ઓટો રિક્ષાએ રોડ ક્રોસ કરતી વૃદ્ધાને ટક્કર મારી. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા..

Top Stories Gujarat
Auto Rickshaw Accident: વૃદ્ધા હવામાં ફંગોળાયા

Rajkot News: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ (Rajkot Accident) પર આવેલા આંબેડકર ચોક પાસે બુધવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી ઓટો રિક્ષાએ રોડ ક્રોસ (Auto Rickshaw Accident) કરી રહેલી વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધા ટક્કર બાદ 3 ફૂટ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Auto Rickshaw Accident: ટક્કરની અસરથી રિક્ષામાં બેઠેલો મુસાફર પણ નીચે પટકાયો

રિક્ષાની ઝડપ વધુ હોવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટક્કર બાદ રિક્ષામાં બેઠેલો મુસાફર પણ સંતુલન ગુમાવી રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા અને ઘાયલોને તાત્કાલિક મદદ પહોંચાડી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી વૃદ્ધાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધાને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની સારવાર ચાલી રહી છે.

સતત અકસ્માતોથી રિક્ષાચાલકોની બેદરકારી સામે સવાલ

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓટો રિક્ષાઓ સાથે જોડાયેલા અકસ્માતોના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ વિસ્તારમાં તાજેતરમાં બેફામ રિક્ષાની ટક્કરે એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું હતું. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે ટ્રાફિક નિયમોના અમલ અને ઓવરસ્પીડિંગ સામેની કાર્યવાહી અંગે ફરી સવાલો ઊભા થયા છે.

CCTVના આધારે માલવિયા પોલીસે તપાસ શરૂ કરી

Auto Rickshaw Accident: વૃદ્ધા હવામાં ફંગોળાયા

અકસ્માતના CCTV ફૂટેજના આધારે માલવિયા પોલીસે (Malaviya Police) ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ફરાર રિક્ષાચાલક અને વાહનની ઓળખ માટે પોલીસે તપાસ તેજ કરી છે. સાથે જ શહેરમાં ઓવરસ્પીડિંગ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રહેલા રિક્ષાચાલકો સામે વિશેષ ડ્રાઈવ ચલાવવાની માંગ પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો: જેતપુરમાં કરૂણ અકસ્માત: રમતા રમતા ખુલ્લા પાણીના ટાંકામાં પડતાં 4 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો: ધોલેરામાં ભયાનક કાર અકસ્માત! કારમાં આગ લાગતા માતા-પુત્ર જીવતા સળગ્યા

આ પણ વાંચો: સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા