Ahmedabad News/ ધોલેરામાં ભયાનક કાર અકસ્માત! કારમાં આગ લાગતા માતા-પુત્ર જીવતા સળગ્યા

Dholera Car Accident: અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક કાર પલટી જતાં ભીષણ આગ લાગી હતી, જેમાં પત્ની અને એક વર્ષના પુત્રનું કરુણ મોત થયું. પતિ અને તેમના પિતા ઈજાગ્રસ્ત થયા છે.આગળ વાંચો સંપૂર્ણ માહિતી.

Gujarat Top Stories Ahmedabad
Dholera Car Accident: પત્ની-1 વર્ષના પુત્રનું મોત

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ચાંદની(Dholera Car Accident) હોટલ નજીક મંગળવારે સાંજે હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતમાં રહેતા અને મૂળ ધોલેરા તાલુકાના ઓતરિયા ગામના એક પરિવારની કાર અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ (Car Fire) ભભૂકી ઊઠતાં સમગ્ર વાહન આગની લપેટમાં આવી ગયું હતું.

Dholera Car Accident: માતા અને એક વર્ષના પુત્રનું કરુણ મોત

અકસ્માત બાદ કારમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે કારમાં ફસાયેલા અમીબેન જતીન કાકડિયા અને તેમનો એક વર્ષનો પુત્ર ધનુષ જીવતા જ સળગી ગયા હતા. બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત (Mother Child Death) થયા હતા, જ્યારે સમગ્ર ઘટના જોઈ સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પિતા અને દાદાનો આબાદ બચાવ

Dholera Car Accident: પત્ની-1 વર્ષના પુત્રનું મોત

કારમાં સવાર જતીન કાકડિયા અને તેમના પિતા સવજી કાકડિયા અકસ્માત બાદ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, તેઓ પણ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ધોલેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પત્ની અને પુત્રને બચાવવા પતિની આજીજી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં આગ લાગ્યા બાદ જતીન કાકડિયા પોતાની પત્ની અને પુત્રને બચાવવા માટે આસપાસના લોકોને મદદની અપીલ કરી રહ્યા હતા. તેઓ વારંવાર લોકોને કાર સીધી કરવામાં મદદ કરવા વિનંતી કરતા હતા, પરંતુ આગની વિકરાળ જ્વાળાઓને કારણે કોઈ પણ વ્યક્તિ કાર સુધી પહોંચી શકી નહોતી.

કાર પળવારમાં બની આગનો ગોળો

Dholera Car Accident: પત્ની-1 વર્ષના પુત્રનું મોત

અકસ્માત બાદ કારમાં અચાનક બ્લાસ્ટ જેવા અવાજ સાથે આગ ફાટી નીકળી હતી. થોડા જ સમયમાં સમગ્ર કાર આગની લપેટમાં આવી જતાં અંદર ફસાયેલા માતા-પુત્રને બહાર કાઢવાની કોઈ તક મળી નહોતી.

પોલીસ અને બચાવ ટીમે હાથ ધરી કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહોને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.આ દુર્ઘટનાએ સમગ્ર કાકડિયા પરિવારને આઘાતમાં મૂકી દીધો છે. એક જ પળમાં પત્ની અને એક વર્ષના માસૂમ પુત્રને ગુમાવનાર પતિની વ્યથા જોઈ ઘટનાસ્થળે હાજર લોકો પણ ભાવુક બની ગયા હતા.


આ પણ વાંચો: CCTVમાં કેદ થયો અમદાવાદનો ભયાનક અકસ્માત! રિવરફ્રન્ટ પર 17 વર્ષીય સગીરનું કરૂણ મોત, બહેનનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા

આ પણ વાંચો: લગ્નપ્રસંગે જતા પરિવારને કાળે ઘેર્યો! હાપુરમાં ભયાનક અકસ્માતમાં 3નાં મોત