Not Set/ ફરી એક પ્રેમી યુગલે હાથમાં ચૂંદડી બાંધી કેનાલમાં પડતું મુકી આયખું ટુંકાવ્યું

બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમી પંખીડા ત્રણ દિવસથી ઘરેથી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાંકરેજનાં મોટા જામપુરની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પ્રેમી પંખીડાએ ઓઢણીથી એકબીજાના હાથ બાંધીને ઝંપલાવ્યું હતું. પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યની ઘટનાની વાત વાયુ વેગે અસપાસનાં વિસ્તારમાં ફેલાઇ […]

Gujarat Others

બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમી પંખીડા ત્રણ દિવસથી ઘરેથી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાંકરેજનાં મોટા જામપુરની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પ્રેમી પંખીડાએ ઓઢણીથી એકબીજાના હાથ બાંધીને ઝંપલાવ્યું હતું.

પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યની ઘટનાની વાત વાયુ વેગે અસપાસનાં વિસ્તારમાં ફેલાઇ જવાનાં પગલે લોકાનાં ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર મામલે શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરી એક પ્રેમી યુગલ દ્વારા પોતાનું આયખું એક સાથે ટુંકાવતા, પ્રેમને હજુ પણ સમાજીક બદી ગણી સ્વીકારવામાં ન આવતો હોવાની વાતને પુષ્ટી મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.