Not Set/ ભાજપની આ નેતાએ પોતાનાથી 23 વર્ષ મોટા સહકાર્યકર સાથે લગ્ન કર્યા

રાજકારણમાં સાથે કામ કરતા કાર્યકરો એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરી લેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.આવા પ્રેમીઓ વચ્ચે ઉંમરનો તફાવત પણ કોઈ ફરક નથી પાડતો.જેમ કે કર્ણાટકના સીએમ એચ.ડી. કુમારસ્વામીની ઉંમર 59 વર્ષની છે અને તેમના બીજા પત્ની રાધિકા કુમારસ્વામીની ઉમર 32 વર્ષની છે. આવી રીતે દાહોદમાં પણ ઉંમરનો તફાવત હોવા છતાં ભાજપના બે […]

Top Stories Gujarat Others

રાજકારણમાં સાથે કામ કરતા કાર્યકરો એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરી લેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.આવા પ્રેમીઓ વચ્ચે ઉંમરનો તફાવત પણ કોઈ ફરક નથી પાડતો.જેમ કે કર્ણાટકના સીએમ એચ.ડી. કુમારસ્વામીની ઉંમર 59 વર્ષની છે અને તેમના બીજા પત્ની રાધિકા કુમારસ્વામીની ઉમર 32 વર્ષની છે.

આવી રીતે દાહોદમાં પણ ઉંમરનો તફાવત હોવા છતાં ભાજપના બે નેતાઓએ એકબીજાને વરમાળા પહેરાવી દીધી છે.દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારની ઉમર 45 વર્ષની છે, જ્યારે તેમના સાથે લગ્ન કરનાર જલ્પા મલની ઉંમર આશરે 23 વર્ષની છે.

જલ્પા એસ.મલે 20મી જૂનના રોજ દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા હોવાનું પોતાના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કર્યું છે. જલ્પા એસ.મલેએ હવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર નામ પણ જ્લ્પા શંકર અમલીયાર તરીકે અપડેટ કર્યું છે અને તેમાં પોતાનો અને પતિ શંકર અમલીયારનો કપલ ફોટો પ્રોફાઇલ પિક તરીકે મૂક્યો છે.

આ અંગે મળતી માહિતી, મુજબ શંકર અમલીયારને 6 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા અને ખેતીની આવક ધરાવે છે. શંકર અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે પત્નીના નામની કોલમ અને સંપતિની વિગતો સંદર્ભે જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.