Not Set/ વ્યાજાતંક : જામનગરમાં ફરી એક યુવાન વ્યાજાતંકીની ઝપેટમાં, કર્યો આત્મઘાતનો પ્રયાસ

ગુજરાતમાં વ્યાજાતંકીની સક્રિયતા અને પોલીસની નિષ્ક્રીયતા કોઇ નવી વાત નથી. પૂર્વે ઘણા યુવાનોએ વ્યાજાંતકમાં પોતાના જીવ દીધા છે. જો કે, જામનગરનો આ યુવક નશિબનો બળીયો હશે કે આત્મધાતનો પ્રયાસ જ કર્યો હતો આત્મધાત નહી. જોકો પેલીસ પણ આ મામલે સક્રિય થઇ છે  અને જામનગરનાં જ SP દ્રારા વ્યાજાતંકને નાથવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું […]

Gujarat Rajkot Others

ગુજરાતમાં વ્યાજાતંકીની સક્રિયતા અને પોલીસની નિષ્ક્રીયતા કોઇ નવી વાત નથી. પૂર્વે ઘણા યુવાનોએ વ્યાજાંતકમાં પોતાના જીવ દીધા છે. જો કે, જામનગરનો આ યુવક નશિબનો બળીયો હશે કે આત્મધાતનો પ્રયાસ જ કર્યો હતો આત્મધાત નહી. જોકો પેલીસ પણ આ મામલે સક્રિય થઇ છે  અને જામનગરનાં જ SP દ્રારા વ્યાજાતંકને નાથવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ રીતે લોક દરબારની પૂર્વ રાત્રીએ જ જામનગરના એક યુવાને વ્યાજાતંકી વ્યાજખોરનાં ત્રાસથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગરમાં છેલ્લા થોડા મહિનાઓથી વ્યાજાતંકીએ માથુ ઉંચક્યું છે. પરિણામે જામનગર SP દ્રારા વ્યાજાતંકીનો ભોગ બનતા લોકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારની પૂર્વ રાત્રીએ શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા હિંગળાઝ  માતાના મંદીર પાસે રહેતાં જયેશ અમૃતલાલ નાંખવા નામના યુવાને માંકડ મારવાની દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ પરિવારજનોને કરતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ યુવાનની તબીયત સુધારા પર છે. તેમણે પોલીસમાં જાહેર કર્યુ હતું કે, બે માસ પહેલા આરોપી કાળીયો ઉર્ફે કાલી રસીકભાઈ કનખરા નામના શખ્સની બેન પાસેથી 10 હજાર વ્યાજે લીધા હતાં. તેનું દર માસે 2 હજાર વ્યાજ આપતો હતો.

છતાં આરોપી કાળીયો ઉર્ફે કાલી ગાળો કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી યુવક દ્રારા આ પગલું ભરવામા આવ્યું હતું. જોકો 10 હજારનું માસીક વ્યાજ 2 હજાર હોય ત્યા યુવક પાસે આત્મધાત સીવાય કયો માર્ગ રહે તે પણ વિચાર માંગી લેતો સવાલ છે. પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ઘરી વ્યાજાતંકીને ઝેર કરવાની કવાયત આદરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.