કેન્દ્રીય નાણાંમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ નિર્મલા સિતારમણની આ પહેલી બેઠક યોજી હતી. જો કે, GST કાઉન્સિલની આ 35મી બેઠક હતી. બેઠકમાં પરોક્ષ ખર્ચ, ઇલેક્ટ્રોનિક વાહનો વિગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ. બેઠક દરમ્યાન આધારની મદદથી રજિસ્ટ્રેશન ઘણું સરળ થઇ જશે. અત્યાર સુધીમાં લોકોએ ઘણાં પ્રકારના ડોક્યૂમેન્ટ્સ આપવા પડતા હતા, પરંતુ હવે આધારની મદદથી રજીસ્ટ્રેશન સરળ થઇ જશે તે મામલે મુખ્ય ફેરફારો કરતો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં GST કાઉન્સિલે ઇલેક્ટ્રોનિક વાહનો પર GST દર ઓછા કરવાના નિર્ણયને ટાળ્યો છે. GST કાઉન્સિલે ઈ-વ્હિકલ્સ પર GST કાપના નિર્ણયને પુનર્વિચાર માટે કમિટિને પરત મોકલ્યો છે. GST કાઉન્સિલે એન્ટી પ્રોફિટિયરિંગ બોડીનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે. એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી, GST કટોતીનો ફાયદો ગ્રાહકોને નહી, આપનારી કંપનીઓ પર કાર્યવાહી કરશે
બેઠકમાં 2 મહિના સુધીમાં GST રિટર્ન નહી ભરવા પર ઈ-વે બીલ જનરેટ કરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને લાગૂ કરવાની તારીખ ટાળવામાં આવી છે.
