Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ પોતાના રોજગાર અને હકોના રક્ષણ માટે ‘રોજગાર બચાવો આંદોલન’ (Rickshaw Taxi Drivers Protest) શરૂ કર્યું છે. આજે બપોરે 12 વાગ્યે મોટી સંખ્યામાં ચાલકોએ શહેરની RTO કચેરીનો ઘેરાવ કરીને ધરણાં અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. ચાલકોએ ઓનલાઈન એપ આધારિત પરિવહન વ્યવસ્થા અને એગ્રીગેટર કંપનીઓની નીતિઓ સામે રોષ વ્યક્ત કરીને સરકાર સમક્ષ યોગ્ય ભાડા નીતિ બનાવવાની તથા ગેરકાયદે બાઈક ટેક્સીનું સંચાલન બંધ કરાવવાની માગ કરી છે.
Rickshaw Taxi Drivers Protest: ઓલા-ઉબરની નીતિ અને ઓછા ભાડા સામે વિરોધ
વિરોધ પ્રદર્શન કરી રહેલા રિક્ષા અને ટેક્સી ચાલકોએ (Taxi Drivers) ઓલા-ઉબર જેવી એગ્રીગેટર કંપનીઓની મનમાની અને ઓછું ભાડું ચૂકવવાની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. ચાલકોના આક્ષેપ મુજબ, કંપનીઓ દ્વારા યોગ્ય ભાડું નક્કી કરવામાં આવતું નથી, જેના કારણે તેમના રોજગાર પર અસર થઈ રહી છે.
ગેરકાયદે બાઈક ટેક્સી સામે કાર્યવાહી કરવાની માગ
ચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલીક એગ્રીગેટર કંપનીઓ પાસે જરૂરી લાયસન્સ નથી. આથી સરકારે યોગ્ય ભાડા નીતિ ઘડવાની સાથે ગેરકાયદે રીતે ચાલતી બાઈક ટેક્સી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલાં પણ ગેરકાયદે રીતે ચાલતી બાઈક અને ટેક્સી ડિટેઈન કરવામાં આવી હતી. હવે રિક્ષા-ટેક્સી ચાલકોએ ફરી એકવાર આ મુદ્દે RTO કચેરીએ (RTO Office) વિરોધ નોંધાવી સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રિક્ષાચાલકો લડી લેવાના મુડમાં, આવતીકાલે રિક્ષા-ટેક્સી ચાલકો RTO કચેરીએ નોંધાવશે વિરોધ
આ પણ વાંચો: મુંબઈમાં રિક્ષાચાલક બન્યા પ્રિન્સ વિલિયમ, પત્ની કેટને પાછળ બેસાડી ચલાવી ઈ-રિક્ષા
