Not Set/ મેહુલ ચોકસી અંગે મોટા સમાચાર, કૌભાંડીને ભારતને સોંપવા અંગે એન્ટીગુઆના PMએ આપી આ ખાતરી

મેહુલ ચોકસી હવે બરાબરનો ફસાયો છે. પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડનો આરોપી અને હિરાના કારોબારી મેહુલ ચોક્સીની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે.

Top Stories World

મેહુલ ચોકસી હવે બરાબરનો ફસાયો છે. પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડનો આરોપી અને હિરાના કારોબારી મેહુલ ચોક્સીની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે. એન્ટીગુઆ મીડિયાએ પોતાના અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે કે 62 વર્ષના ચોક્સી ડોમિનિકાથી ક્યુબા ભાગવાની ફિરાકમાં હતા, તે સમયે CIDએ તેમને પકડી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ બોટ મારફતે ડોમિનિકા પહોંચ્યા હતા. ગેરકાયદે રીતે દેશમાં ઘૂસી આવવાના આરોપ હેઠળ તેને પોલીસ વિભાગને સોંપી દેવાયો છે.

આપને જણાવી દઈએ કે, આ કઠિન પરિસ્થિતિમાં મુકાયેલા મેહુલ ચોક્સીને હવે સીધેસીધો ભારત દેશ મોકલી દેવાય એવી માગણી એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ કરી છે. વાત એમ છે કે ભારત દ્વારા છેલ્લા લાંબા સમયથી મેહુલ ચોકસીને ભારત સોંપવામાં આવે એ માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે. હવે જો તેને વધુ એક વખત એન્ટિગુવા મોકલવામાં આવે તો આ પ્રક્રિયા ઘણી લાંબી ચાલે એમ છે, પરંતુ જો ડોમોનિકા દેશ મેહુલ ચોકસીને સીધો ભારત સોંપી દે તો લોન કૌભાંડનો મુખ્ય આરોપી ભારતમાં આવી શકે એમ છે.

આ પણ વાંચો :મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ કોરોનાનું ગ્રહણ, પ્રોજેકટમાં વધુ વિલંબ થવાની શકયતાઓ

મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નિરવ મોદી પર કેટલાક બેન્ક અધિકારીઓની સાથે મળી પંજાબ નેશનલ બેન્કની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની એક જેલમાં બંધ છે. બન્ને વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરી રહી છે.

મેહુલ ચોકસીના વકીલનો દાવો છે કે તેનો અસિલ એન્ટીગુઆનો નાગરિક છે. તેવામાં તેને ત્યાંના લોકોને મળનાર બધા અધિકાર પ્રાપ્ત છે. એન્ટીગુઆ કેરેબિયન દેશ છે. મેહુલ ચોકસીને જે દેશમાંથી ઝડપવામાં આવ્યો તે એન્ટીગુઆના પડોશમાં સ્થિત છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે મેહુલ ડોમિનિકા કેમ ગયો?

આ પણ વાંચો :360 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી મુંબઈ દુબઈની ફ્લાઈટમાં માત્ર 1 મુસાફર, આવો રહ્યો અનુભવ

તો એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ હતુ કે જો મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયો છે તો તેની નાગરિકતા રદ્દ કરવામાં આવશે. પરંતુ પ્રધાનમંત્રીએ તે પણ કહ્યુ હતુ કે તેમની પાસે આજની તારીખમાં તે વાતની વિશ્વસનીય સૂચના નથી કે ચોકસી દેશ છોડીને ચાલ્યો ગયો છે અને તે વાતની સંપૂર્ણ સંભાવના છે કે ચોકસી એન્ટીગુઆ તથા બારબુડામાં જ હતો.

આ પણ વાંચો : રસીકરણના પ્રમાણપત્ર પરથી PM મોદીનો ફોટોગ્રાફ હટાવનાર ત્રીજું રાજ્ય બન્યું પંજાબ